આખા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે માવઠું આવશે! ફરી ઉડશે ધૂળની ડમરી, આ જિલ્લાઓના ભૂક્કા!

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ભીષણ ગરમી બાદ હવે હળવા વરસાદનો સમયગાળો શરૂ થયો છે. રાજ્યના ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 14-15 મે 2025 ના રોજ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે. આ વચ્ચે મે મહિનામાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. 

1/10
image

આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 13મી મે 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ 34 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

2/10
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12-13 મે 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, વલસાડ, તા.પં. ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાઓ. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ સાથે વીજળી અને વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન, આ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

3/10
image

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૂશળધાર વરસાદની સાથે-સાથે ચક્રવાતના એંધાણ આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15થી 19 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. ભાવે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. 

4/10
image

આ સાથે અંબાલાલે જણાવ્યુ કે 25 મેથી 4 જૂન વચ્ચે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. 25 મેથી 4 જૂનના રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. ગુજરાત પર માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે. બે દિવસ 20 જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા છે. સોમવારે રાજ્યના 20 તાલુકામાં વરસાદ પડ્યો. તાપીના કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો. આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે. મધ્ય ગુજરાતમાં પણ માવઠું આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત છે. 

5/10
image

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે, 25 મેથી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મેથી 4 જુન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે. તેના બાદ 28 મેથી 4 જુન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 

6/10
image

છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતમાં જાણે ચોમાસુ બેસી ગયું હોય તેવી સ્થિતિ છે. મે મહિનામાં જ્યાં આકરો તાપ પડવો જોઈએ, તેની જગ્યાએ અષાઠ જેવો ધોધમાર ગુજરાતભરમાં થઈ રહ્યો છે. ભરઉનાળે આવેલા વરસાદે એક તરફ ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે હજુ પણ 2થી 3 દિવસ જગતના તાત માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં ભારે વરસાદ થશે. 

7/10
image

હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસુ ટૂંક સમયમાં કેરળ પહોંચશે. IMD એ તેની આગાહીમાં કહ્યું છે કે આ વર્ષે સારો વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફક્ત વહેલું જ નહીં પરંતુ તે ઝડપથી આગળ વધશે. હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં સારો વરસાદ પડશે.  હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે 16 વર્ષ પછી તે વહેલું પહોંચી શકે છે. આ પહેલા 2009 માં કેરળમાં ચોમાસું વહેલું બેઠું હતું. 

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

8/10
image

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આ વખતે કેરળમાં ચોમાસુ થોડું વહેલું પહોંચશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 2025 તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલા 27 મેના રોજ કેરળ પહોંચશે. કેરળમાં ચોમાસાના વહેલા આગમન સાથે, એવી આગાહી કરવામાં આવી છે કે તે ટૂંક સમયમાં વધુ આગળ જશે. IMD મુજબ, આ વખતે ચોમાસુ ગુજરાતમાં ચાર દિવસ વહેલું એટલે કે 10-11 જૂને પહોંચશે. તેની અસર ૧૨મી તારીખ સુધીમાં રાજ્યમાં દેખાશે.  

ગુજરાતમાં કેટલો વરસાદ?

9/10
image

ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમન સાથે, હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. IMD એ કહ્યું છે કે આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નિર્ધારિત સમય કરતાં વહેલું પ્રવેશ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં તેનું આગમન 15 જૂનની સામાન્ય તારીખ પહેલાં 10 થી 12 જૂનની વચ્ચે થશે. IMD એ કહ્યું છે કે વર્તમાન આગાહી 15 એપ્રિલના રોજ IMD દ્વારા જારી કરાયેલ વ્યાપક આગાહી સાથે સુસંગત છે.

ભારે વરસાદની આગાહી

10/10
image

IMD અનુસાર, ગુજરાત સહિત ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. દેશમાં સરેરાશ 105 ટકા વરસાદ પડવાની ધારણા છે, જેનાથી ખેતીની મોસમ મજબૂત થવાની આશા જાગી છે પરંતુ ભારે વરસાદ માટે પણ તૈયાર રહેવાની જરૂર છે. બધી મુખ્ય હવામાન દેખરેખ એજન્સીઓએ સંકેત આપ્યો છે કે આ વર્ષે ચોમાસુ ફક્ત વહેલું જ નહીં આવે પણ તે તીવ્ર અને વ્યાપક વરસાદ પણ લાવશે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની અને મુશળધાર વરસાદની શક્યતા છે.