આજે 10 વાગ્યા સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન

Gujarat Rain Alert : સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતમાં છઠ્ઠા દિવસે પણ વરસ્યો કમોસમી વરસાદ વરસ્યો છે. હજુ પણ 2 દિવસ માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. 
 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 

1/4
image

હવામાન વિભાગે સવાર સવારમાં નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે. 

દેશમાં આ વર્ષે વહેલું આવશે ચોમાસું

2/4
image

હવામાન વિભાગના તજજ્ઞો અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું વહેલુ આવશે. 16 વર્ષ બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવવાના સંકેત છે. કેરળમાં 4 દિવસ વહેલા ચોમાસું શરૂ થઈ જશે. કેરળમાં 1 જૂનના બદલે 27 મેના રોજ ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગે મહત્વની જાણકારી આપતા કહ્યું કે, બંગાળની ખાડીમાં 21 મેની જગ્યાએ 13 મેના રોજ ચોમાસું આવી જશે. આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ વરસવાની આગાહી છે.   

ગુજરાતમાં આ તારીખે આવશે ચોમાસું 

3/4
image

આ વર્ષે ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું આવી જશે. 10 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશસે તેવી આગાહી છે. સાથે જ રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ છે. જોકે, ચોમાસું આવે તે પહેલા જ ગુજરાતમાં સવા ઈંચ વરસાદ ગયો છે.   

હજી 18મી સુધી વરસાદ આવશે 

4/4
image

પરેશ ગોસ્વામીએ વરસાદનો વરતારો કાઢતા કહ્યું કે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એકિટવિટી જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.