આ તારીખથી ફરી ગુજરાતનું હવામાન બગડશે! ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં થશે વરસાદ

Gujarat Monsoon Prediction: ગુજરાતમાં ફરી એકવાર વરસાદના એંધાણ જોવા મળશે. જી હા...ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને હાલ 25 એપ્રિલથી ગુજરાતનું હવામાન ફરી બગડવાની આગાહી કરી દીધી છે. બીજી બાજુ દેશના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણને પણ થઈ રહી છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે.

1/8
image

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યાં ફરી એકવાર ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 25 એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

2/8
image

તો 8 મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે.

આ જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે

3/8
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગોમાં પણ ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં 20 એપ્રિલના બપોર બાદ ધૂળની ડમરીઓ ઉઠશે.

મે મહિનો પણ તોફાની રહેશે

4/8
image

આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે. 

5/8
image

રાજ્યના ભાગોમાં પણ 25થી 40 કિમી પ્રતિક લાક આંચકાના પવનની ગતિ રહી શકે છે. આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. 

6/8
image

પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું 10થી 15 દિવસ મોડું શરૂ થશે તેવી શક્યતાઓ પ્રબળ છે. 15 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા દેખાતી નથી..પરંતુ આ વર્ષે ચોમાસું સામાન્ય એટલે કે નોર્મલ રહેવાનું છે. નોર્મલ ચોમાસું એટલે કે 98થી 106 ટકા સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકુળ ગણાય છે.   

7/8
image

ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી એવી છે કે, વર્ષ 2025 નું ચોમાસા સામાન્ય રહેવાનું છે. 98 થી 106 ટકા સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. સામાન્ય ચોમાસું હોય તે ખેતી માટે અનુકૂળ કહેવાય. હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામા બેથી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે. 

8/8
image

મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવીટી બેથી ત્રણ વખત જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની કોઇ શક્યતા નથી. પરંતું 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા રહેલી છે.