ભર ઉનાળે આવશે વાવાઝોડું, હવામાન વિભાગની નવી ચેતવણી, ગુજરાતને કરશે અસર

Paresh Goswami Alert : એકવાર હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનની સાથે વીજળીના ચમકારાની શક્યતા છે. વીજળી પડશે, કરા આવશે, વાવાઝોડાની અસર થશે. ત્યારે આ બધું ક્યાં થશે અને આ એલર્ટ ક્યાં જાહેર કરાયું છે તે પણ જાણી લઈએ. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આ પલટો ક્યારે અને કેવી રીતે અસર કરશે તે જાણી લઈએ. 
 

હોળી બાદ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું

1/4
image

IMD ઘણા રાજ્યો માટે હીટ વેવ એલર્ટ જાહેર કરી ચૂક્યું છે. પરંતુ, હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. સ્કાયમેટે આગામી 24 કલાકમાં અથવા 16 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે.  

કયા રાજ્યમાં કેવું હવામાન રહેશે?

2/4
image

IMDએ ફરી એકવાર આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન, સાત વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે.     

પરેશ ગોસ્વામીની આગાહી 

3/4
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 9 થી 13 માર્ચ સુધીનો હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીની વચ્ચે રહ્યું હતુ. જો કે કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીએ પણ પહોંચ્યો હતો. પરંતું હવે હીટવેવનો રાઉન્ડ પુરો થઈ ગયો છે. આગામી 2-3 દિવસમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે કે, જે ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધ્યું હતું. ત્યાં 37-38 ડિગ્રી, જયાં 38 ડિગ્રી હતુ. ત્યાં 35 થી 36 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જશે. આ ઘટેલું તાપમાન આગામી 22 તારીખ સુધી યથાવત રહેશે. જેથી હીટવેવમાં આંશિક રાહત મળવાની છે.

14 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે 

4/4
image

હવામાન નિષ્ણાતે કહ્યું કે, જો પવનની ગતિની વાત કરીએ તો. હીટવેવ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા છે. 14 માર્ચથી પવનની ગતિમાં પણ ઘટાડો થશે. આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 કિમી પ્રતિકલાક થઈ જશે. જે બાદ માર્ચ મહિના અંતિમ સપ્તાહમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ આવશે.