ઠંડી, વરસાદ છોડો, આ વખતે ગરમી ભુક્કા કાઢી નાખશે, આવી ગઈ ભયંકર આગાહી

Written ByDhaval Gokani
Published: Feb 17, 2025, 07:10 PM IST|Updated: Feb 17, 2025, 07:10 PM IST

Gujarat Weather Update: ગુજરાતમાં આ દિવસોમાં હવામાન બેવડા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. 23 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન 35 ડીગ્રીને પાર પહોંચી જશે. 

1/5

ફેબ્રુઆરીનો અડધો મહિનો વીતી ગયો છે અને હવે ધીમે ધીમે રાજ્યમાંથી ઠંડીનો અંત આવી રહ્યો છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે ગઈકાલે ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આવી સ્થિતિમાં હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં ગરમી વધી શકે છે.

2/5

તો રાજ્યમાં 17,18 અને 19 ફેબ્રુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તેવી આગાહી કરી છે. આ વચ્ચે પહાડો પર ફરી મોસમનો મિજાજ બદલાયો છે. ક્યાંક બરફવર્ષા તો ક્યાંક વાદળો ઘેરાઈ રહ્યા છે. પહાડી રાજ્યોમાં ફરી એકવાર ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.   

 અંબાલાલ પટેલની આગાહી3/5

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 17-18-19 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં 17-18-19 તારીખે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઉપર રહેશે. કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.    

 વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે4/5

વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે

હિમાલય પર એક નવું વાવાઝોડું (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાનું છે. આના કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજયોમાં વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં હજુ લોકોને ઠંડીથી રાહત મળશે નહીં. હવામાન વિભાગે અહીં કોલ્ડવેવ એલર્ટ જારી કર્યું છે. સિક્કિમ અને હિમાલથી ૫શ્ચિમ બંગાળના લોકોને સવારના સમયે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. ૨૦ ફેબ્રુઆરી સુધી અરૂણાચલ પ્રદેશમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આગામી ૭ દિવસ દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયાથી હળવો વરસાદ થવાની સંભાવના છે. ૧૭ ફેબ્રુઆરીએ એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આના કારણે ઘણા રાજયોના હવામાનમાં ફેરફાર થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૭ થી ૨૦ ફેબુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં, ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં, ૨૦ ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે.  

 ગરમીની મહાભયંકર આગાહી5/5

ગરમીની મહાભયંકર આગાહી

પશ્ચિમ અને વાયવ્યના પવનને કારણે બેવડી ઋતુ અનુભવ થઈ શકે છે. ત્યારે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાના અણસાર છે. હવે ગરમીનો પારો ઊંચકાશે. આગામી 2 દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે.