ગુજરાતના 7 જિલ્લામાં આવશે મહાખતરો! કાળા ડિબાંગ વાદળો-વિજળીના ચમકારા લાવશે આફત
Gujarat Rain Forecast: ઉનાળાની ભર ગરમી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. તો કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. અમદાવાદમાં સાંજના સમયે અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તો બનાસકાંઠા, રાજકોટ, બોટાદ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો. ત્યારે આગામી 5 દિવસમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે? IMDએ અપડેટ આપ્યું, ચાલો જાણીએ.
આજે સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
તેમજ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઓરેન્જ એલર્ટ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારબાદ 11 થી 20 મે સુધી પવનની ગતિ વધુ રહેશે. 25 મેથી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આમ આ વખતે ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચે તેવી શક્યતા છે.
કેવું રહેશે આગામી 5 દિવસ હવામાન ?
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાનની સ્થિતિ એવી જ રહેશે. IMDની આગાહી મુજબ 5 મે થી 9 મે 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે વીજળી સાથે તોફાનની પણ શક્યતા છે. જો કે, આ પછી હવામાન બદલાઈ શકે છે.
સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શનિવાર રાતથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જોકે બીજી તરફ હજુ આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે.
આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સોમવાર અને મંગળવારના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અને 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. બુધવારના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે પવનની ઝડપ વધીને 80 કિ.મી. સુધી પહોંચવાના સંકેતો હવામાન ખાતાએ કર્યાં છે.
Trending Photos