Rain Alert: આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, જાણી લો લેટેસ્ટ આગાહી

Gujarat Rain Alert: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા આઠ-દસ દિવસથી પલટો આવ્યો છે. કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે, પરંતુ હજુ લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

1/5
image

ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 14 મે બુધવારે રાજ્યમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં સામાન્ય મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમીની રહી શકે છે.  

15 તારીખે પણ ખતરો

2/5
image

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં 15 મેએ પણ વરસાદ પડી શકે છે. ગુરૂવારે રાજ્યમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલની આગાહી

3/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.. રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 14મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. 

અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે

4/5
image

કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.  

કેવું રહેશે ગુજરાતનું હવામાન

5/5
image

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૂશળધાર વરસાદની સાથે-સાથે ચક્રવાતના એંધાણ આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15થી 19 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. ભાવે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે.