ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ! રાજ્યના 8 જિલ્લામાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહી; IMDની મોટી ચેતવણી
Gujarat Weather Update: ગુજરાતમાં ગરમી વચ્ચે ચોમાસાનું આગમન થયું છે. કમોસમી વરસાદથી સામાન્ય લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરી છે. ચાલો જાણીએ IMD દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હોવાથી ચોમાસાની ઋતુ પહેલા જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક આવેલા ફેરફારને કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી અને કહ્યું કે, ગુજરાતમાં ચક્રવાતનો ખતરો છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં એક શક્તિશાળી ચક્રવાતની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી
આજે 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ 23 થી 25 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે 26 અને 27 તારીખે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જો આપણે 22 મેની આગાહી વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 23, 24 અને 25 મેના રોજ રાજ્યભરમાં વરસાદ જોવા મળી શકે છે. જ્યારે 26 અને 24 મેના રોજ છૂટોછવાયો વરસાદની શક્યતા છે. અરબી સમુદ્ર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થયું છે. ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ તરફથી મોટી ચેતવણી
હવામાન વિભાગે જણાવ્યું કે, 22 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22 થી 24 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
વાવાઝોડા જેવું છે?
વિભાગે કહ્યું કે, માછીમારોન આવતીકાલ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના આપી દેવાઈ છે. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે. આવતી કાલ સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
સરકારે કરી લીધી તૈયારીઓ
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી.
Trending Photos