ગુજરાતના 18 જિલ્લા એલર્ટ પર, 21 મેથી વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી! હવામાન વિભાગની મોટી ચેતવણી
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી છે. રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડશે. 21મી તારીખ પછી IMDએ આગામી થોડા દિવસો સુધી રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 24 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, સુરત, બનાસકાંઠા, મહિસાગર, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે 20 મેના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
જ્યારે 22 થી 23 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સમયે અરબી સમુદ્ર સંપૂર્ણપણે એક્ટિવ છે. તેથી 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ રહેશે અને રાજ્યમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની મોટી ચેતવણી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 21 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22 થી 24 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા મોટા સંકટની આગાહી કરી છે. 22મી આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેસરના કારણે ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે. 24મીથી 28 આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે ગુજરાત સુધી અસર કરશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ રહી શકે છે.
વાવાઝોડાનો માર્ગ આરબ કન્ટ્રી તરફ જવાની શક્યતાઓ ઓછી છે. બીજી એક સિસ્ટમ 28 મેં બાદ બંગાળ ઉપ સાગરમાં બનશે. જે સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, મુંબઈ મહારાષ્ટ્ર ના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે. મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. આહવા, ડાંગ, વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે.
રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જો કે, આ વર્ષે તે 4 દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.
Trending Photos