કિંજલ દવેની સગાઈની તસવીરો : એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે ગુજરાતી ગાયિકાએ કરી સગાઈ

Gujarati Singer Kinjal Dave Engaged : ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ કરી સગાઈ.... એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલે કરી સગાઈ...યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા હાજર...ફેસબુક પર કિંજલે આપી જાણકારી

1/8
image

જાણીતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ જાણીતા બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ત્યારે કિંજલની સગાઈના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કિંજલ દવેએ ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ અંગેની જાહેરાત કરી છે. 

2/8
image

લાંબા સમયના ડેટિંગ બાદ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી.

3/8
image

સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો. જેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. સગાઈનો વીડિયો સામે આવ્યો છે. સગાઈ સેરેમનીમાં કિંજલ અને ધ્રુવિને ડાન્સ કર્યો હતો. 

4/8
image

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ડેટિંગ બાદ આખરે તેઓએ લગ્નના તાંતણે બંધાવાનો નિર્ણય કર્યો હતો.   

કોણે છે ધ્રુવિન શાહ

5/8
image

ધ્રુવિન શાહ બિઝનેસમેનની સાથે એક્ટર પણ છે. તેમજ લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App) ના ફાઉન્ડર છે. તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.

6/8
image

આપને જણાવી દઈએ કે, કિંજલ દવે ગુજરાતની ખુબ જ લોકપ્રિય સિંગર છે. તેના અનેક ગીતો મિલિયન્સ વ્યૂઝ મેળવ્યા છે. ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ તેનું સૌથી લોકપ્રિય ગીત છે.

7/8
image

પોતાના સૂરીલા અવાજથી અનેક ચાહકોના દિલ પર રાજ કરતી કિંજલ દવેએ પોતાની સગાઈનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. કિંજલે 6 ડિસેમ્બરે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. હવે લગ્નના તાંતણે ક્યારે બંધાય છે તેના સૌની નજર છે. 

8/8
image

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે.