ગુજરાતની નજીક પહોંચ્યું ચોમાસું!, ત્રણ દિવસ 15થી વધુ જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું આવવાની તૈયારી થઈ ગઈ છે. ટૂંક સમયમાં ચોમાસાનું સત્તાવાર આગમન રાજ્યમાં થઈ જશે અને વરસાદી માહોલ જામી જશે. આ વચ્ચે આગામી દિવસમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે..... જાણો તેની આગાહી...

રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?

1/5
image

રાજ્યમાં 15 જૂન પછી વરસાદની સિસ્ટમ આગળ વધી શકે છે. કારણ કે 12 જૂને આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે એક સિસ્ટમ ડેવલપ થવાથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચતાં મુંબઈ પાસે અટકેલું ચોમાસું ફરી સક્રિય થઈ 15 જૂનની આસપાસ આગળ વધશે, જેની અસરોથી 16, 17 જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી ચોમાસું બેસી શકે છે.     

2/5
image

17 જૂનની આસપાસ વધુ એક અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે અને 22 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે. ત્યાર બાદ 30 જુન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદની આગાહી

3/5
image

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 13 જૂન, ગુરૂવારે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 અને 15 જૂને અહીં પડી શકે છે વરસાદ

4/5
image

14 અને 15 જૂનની આગાહીની વાત કરીએ તો રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, ડાંગ, નવસારી, તાપી અને વલસાદ જિલ્લામાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે શું આગાહી કરી છે?.

5/5
image

તેના પર નજર કરીએ તો 11થી 15 જૂન દરમિયાન  હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના જુદા-જુદા ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં 15 જૂન સુધી ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગોવા અને મધ્ય મહાર।ષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગમાં 13 અને 14 જૂને હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી તો આવી ગઈ... ત્યારે આશા રાખીએ તે મેઘરાજા મન મૂકીને વરસે. જેનાથી લોકો પણ ખુશ-ખુશાલ થઈ જાય અને જગતનો તાત પણ આનંદિત થઈ ઉઠે.