96 કલાક બાદ 3 રાશિવાળા માટે ઉગશે 'સુખનો સૂરજ', પાવરફૂલ રાજયોગ ધનના ઢગલા કરાવશે, બેંક-બેલેન્સ રૂતબો વધશે!

ચંદ્રમા મકર રાશિમાં જશે ત્યારે ગુરુ સાથે ગજકેસરી યોગનું નિર્માણ કરશે. જેના કારણે 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે. 

1/5
image

વૈદિક પંચાંગ મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની તમામ 12 રાશિઓ પર અસર પડે છે. નવગ્રહોમાં ચંદ્રમા એક એવા ગ્રહ છે જે સૌથી ઝડપથી ગોચર કરે છે. તેઓ એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે જેના કારણે કોઈને કોઈ  ગ્રહ સાથે યુતિ કે દ્રષ્ટિ પડવાથી શુભ અશુભ યોગનું નિર્માણ થાય છે. આવામાં ચંદ્રમા જ્યારે ગુરુની સાથે યુતિ કે પછી તેમની દ્રષ્ટિ પડે તો ગજકેસરી નામના અત્યંત શુભ રાજયોગનું નિર્માણ કરે છે. અત્રે જણાવવાનું કે 24 માર્ચના રોજ ચંદ્રમા મકર રાશિમાં પ્રવેશ કરશે જેના પર વૃષભ રાશિમાં રહેલા ગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ વધશે, જેનાથી ગજકેસરી નામના રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં કેટલાક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. વૈદિક પંચાંગ મુજબ ચંદ્રમા 24 માર્ચે સવારે 10.24 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં 26 માર્ચના રોજ બપોરે 3.14 વાગ્યા સુધી રહેશે. આવામાં ગજકેસરી રાજયોગ 26 માર્ચ સુધી રહેશે. જાણો કોને કરાવી શકે છે ફાયદો

મકર રાશિ

2/5
image

મકર રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં ચંદ્રમા બિરાજમાન છે અને દેવગુરુની દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડશે. જેનાથી લગ્ન ભાવમાં ગજકેસરી રાજયોગ બનશે. આવામાં આ રાશિના જાતકોની તમામ ચિંતાઓ સમાપ્ત થઈ શકે છે. લાંબા  સમયથી જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. અનેક ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલતો હશે તો અંત આવી શકે છે. બિઝનેસની વાત કરીએ તો વેપારમાં કોઈ પાર્ટનરની શોધ કરતા હશો તો સફળતા મળી શકે છે. તમે ખુબ પ્રગતિ કરશો. પિતા, ગુરુઓનો સાથ મળશે જેનાથી લક્ષ્યો સાંધવામાં સફળ થઈ શકો છો. 

મેષ રાશિ

3/5
image

મેષ રાશિના જાતકો માટે પણ ગજકેસરી રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા  સમયથી અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. આ રાશિમાં ચંદ્રમા દસમાં ભાવમાં આવશે. આવામાંઆ રાશિના જાતકોને કરિયરમાં ખુબ ફાયદો  થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. નવી નોકરી શરૂ કરવા માટે સારો સમય રહેશે. નવો વેપાર કરવાથી ફાયદો થઈ શકે છે. કોઈ  કામ શરૂ કરવા માંગતા હોવ તો લાભ થઈ શકે છે. વિદેશ સાથે જોડાયેલા જાતકોને પણ ખુબ લાભ થઈ શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ પૈસા કમાઈ શકો છો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી અટવાયેલા કામ એકવાર ફરીથી શરૂ  થશે. 

કન્યા રાશિ

4/5
image

કન્યા રાશિના જાતકો માટે પણ ગજકેસરી રાજયોગ ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. સંતાન તરફથી તમને ખુશીઓ મળી શકે છે. સંતાન સાથે ખરાબ સંબંધો એકવાર ફરીથી સારા થઈ શકે છે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ ઉપરાંત લાંબા સમયથી જે તણાવનો સામનો કરી રહ્યા હશો તે દૂર થઈ શકે છે. જમીન, વાહન, સંપત્તિ, ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.