200 વર્ષ બાદ ધનતેરસે બનશે બંપર ધનલાભ કરાવતો રાજયોગ, આ રાશિવાળાને મળશે સત્તાનું સુખ, પદ-પ્રતિષ્ઠા વધશે!
વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહ ગોચર કરીને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવવા જઈ રહ્યો છે જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે.

વૈદિક પંચાંગ મુજબ પર્વ અને તહેવારો પર રાજયોગ અને શુભ યોગનો સંયોગ બને છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબરે આવશે. જ્યારે તે દિવસે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનશે. આ રાજયોગ કેટલીક રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. આ રાશિઓને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે...
કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર ગોચર કરે છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં બંપર વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત બની શકે છે. જ્યારે નવી નોકરીની તક મળી શકે છે. વેપાર કરનારાઓને સારા લાભના યોગ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. ધનની બચત કરવામાં સફળ રહેશો. જેનાથી જમા પૂંજી વધશે. રોકાણથી લાભ થઈ શકે છે. શેર બજારમાં લાભ થઈ શકે છે.
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ બૃહસ્પતિ તમારી ગોચર કુંડળીથી ધન ભાવમાં ગોચર કરશે. આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ યુવાઓની લક્ષ્ય પ્રાપ્તિની રાહ સરળ બનશે અને સમાજમાં એક નવી ઓળખ મળશે. વેપારમાં મોટા સૌદા અને લાભના યોગ છે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે આ સમય દરમિયાન પૂરા થવાની શક્યતા છે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે અને સંપત્તિ સંલગ્ન કોઈ મોટી ડીલ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે.
તુલા રાશિ

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કર્મ ભાવ પર વિચરણ કરશે. આથી આ સમય દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. પરિવારનો પૂરો સાથ મળશે. સંપત્તિ તથા વાહન ખરીદવાની યોજના ઘડી શકો છો. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. નવી વેપારી ડીલ થઈ શકે છે.
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos




