500 વર્ષ બાદ બનશે 2 શક્તિશાળી રાજયોગ, 2026માં આ રાશિવાળા નોટોમાં આળોટશે, પદ-પ્રતિષ્ઠા, બેંક બેલેન્સ વધશે!

Written ByViral Raval
Published: Dec 03, 2025, 02:08 PM IST|Updated: Dec 03, 2025, 02:08 PM IST

Hans And Malavya Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ હંસ અને માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોને લાભ થઈ શકે છે. 

1/5

Hans And Malavya Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2026માં અનેક શુભ અને રાજયોગ બનવા જઈ રહ્યા છે. જેમાં માલવ્ય રાજયોગ અને હંસ મહાપુરુષ રાજયોગ સામેલ છે. તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહ ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશતા હંસ રાજયોગ બનશે. જ્યારે શુક્ર ગ્રહનો પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશથી માલવ્ય રાજયોગ બનશે. આવામાં આ રાજયોગોના બનવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ યશ અને વૈભવની પ્રાપ્તિ થશે. જાણો તે લકી રાશિઓ વિશે. 

મકર રાશિ2/5

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ બનવો એ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે હંસ રાજયોગ તમારી ગોચર કુંડળીથી સપ્તમ સ્થાન પર બનશે. જ્યારે માલવ્ય રાજયોગ તમારી રાશિથી ત્રીજા ભાવ પર બનશે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં ખાસ વધારો થઈ શકે છે. રોકાણથી પણ લાભ થઈ શકે છે. આ સાથે જ પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. કુંવારા લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ પ્રગતિના રસ્તા ખુલશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે.   

કન્યા રાશિ3/5

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે માલવ્ય અને હંસ રાજયોગનું બનવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર દેવ તમારી ગોચર  કુંડળીથી સપ્તમ ભાવ પર  ભ્રમણ કરશે. આથી આ સમય દરમિયાન તમારી આર્થકિ સ્થિતિમાં સુધારો આવશે. કોઈ વેપારી ડીલ થઈ શકે છે. ભાગીદારીમાં કામ શરૂ કરી શકો છો. ગુરુ ગ્રહ તમારી રાશિથી 11માં ભાવ પર ભ્રમણ કરશો. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં બંપર વધારો થઈ શકે છે. તમે નવા નવા માધ્યમથી ધન કમાઈ શકો છો. આર્થિક લાભ થશે, જેનાથી બેંક બેલેન્સ વધશે અને સમાજમાં પ્રભાવશાળી લોકો સાથે નીકટતા વધી શકે છે. 

મેષ રાશિ4/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગનું બનવું લાભકારી રહી શકે છે. કારણ કે હંસ રાજયોગ તમારી રાશિથી ચતુર્થ ભાવ પર બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. જે નોકરીયાતો છે તેમની કાર્યસ્થળ પર સહકર્મીઓ પ્રશંસા કરશે અને તમારા નામની ખ્યાતિ થશે. અધિકારોમાં વધારો થશે અને જીવનમાં સુખદ અનુભવ પ્રાપ્ત થશે. તમને પૈતૃક ધન અને સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. 

Disclaimer5/5

Disclaimer

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.