Photos: 59 વર્ષે આમિર ખાનને મળી નવી ગર્લફ્રેન્ડ, દોઢ વર્ષથી કરે છે ડેટિંગ...સામે આવી તસવીર

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાને પોતાના 60માં જન્મદિવસ પહેલા એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેતાએ પોતાના જન્મદિવસ પહેલા જ થયેલા સેલિબ્રેશન વખતે પોતાની નવી ગર્લફ્રેન્ડને પેપરાઝી સાથે ઓળખાણ કરાવી અને સાંજે તેની સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ ખાસ અવસરે ગર્લફ્રેન્ડ ગૌરી પણ જોવા મળી. અનેક મહિનાઓથી ચાલતી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા આમિર  ખાને હવે પોતાની ગર્લફ્રેન્ડ અને સંબંધને ઓફિશિયલ કરી દીધો છે. પહેલીવાર બંને સાથે જોવા મળ્યા. આમિરે જોકે પેરરાઝીઓને અપીલ પણ કરતા કહ્યું કે તેમની પર્સનલ લાઈફની પ્રાઈવસીનું થોડું ધ્યાન રાખો અને ગર્લફ્રેન્ડનો ચહેરો કોઈને દેખાડો નહીં. 

1/5
image

આમિર ખાન બોલીવુડના એ ગણ્યા ગાંઠ્યા કલાકારોમાંથી એક છે જે 59 વર્ષની ઉંમરે પણ પ્રેમની શોધ કરે છે. અત્યાર સુધી આમિર ખાને 2 વાર ડિવોર્સ લીધા છે. આમિર ખાનનો આજે બર્થડે છે. આમિર ખાન 14 માર્ચ 1965ના રોજ જન્મદિવસ ઉજવે છે. હાલમાં જ આમિર ખાને મીડિયા સાથે પોતાનો બર્થડે ઉજવ્યો. આ બધા વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાનને ફરીથી પ્રેમ થઈ ગયો છે. આમિરે પોતે જ પોતાની ગર્લફ્રેન્ડના નામનો ખુલાસો કરી દીધો છે. આમિર ખાન હાલ ગૌરી સ્પ્રેટ નામની યુવતીને ડેટ કરે છે. આ સમાચારે સોશિયલ મીડિયાને હચમચાવી દીધુ છે.  

2/5
image

આમિર ખાને મીડિયા સામે ગૌરી સ્પ્રેટ વિશે ખુલીને વાત કરી છે. પોતાા બર્થડેના અવસરે થયેલી એક પ્રેસ મીટમાં આમિર ખાને જણાવ્યું કે ગૌરી સ્પ્રેટ અને હું જૂના મિત્રો છીએ. લગભગ દોઢ વર્ષ પહેલા અમે બંનેએ એકબીજાને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો. હું હવે આ સંબંધને લઈને ઘણો ગંભીર થઈ ચૂક્યો છું. હું રોજ ગૌરી સ્પ્રેટ માટે ગીતો ગાઉ છું. મને ખબર છે કે હું ત્રીજા લગ્ન કરતી વખતે કેવો લાગીશ. કદાચ મારે તેના ખ્યાલથી દૂર જ રહેવું જોઈએ. હવે બીજી બાજુ આમિરની આ નવી ગર્લફ્રેન્ડની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

3/5
image

લોકોને હજુ પણ વિશ્વાસ નથી થતો કે 60 વર્ષની ઉંમરે પણ આમિર ખાને ફરીથી રિસ્ક લેવાની તૈયારી કરી છે. અત્રે જણાવવાનું કે આમિર ખાન ગૌરી સ્પ્રેટને છેલ્લા 25 વર્ષથી જાણે છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ એકબીજાને સારા મિત્રો ગણે છે. ગૌરી સ્પ્રેટ 6 વર્ષના બાળકની માતા છે. આમિર ખાન હવે પોતાની આ ખાસ મિત્ર અંગે ખુબ ગંભીર છે. એવું કહેવાય છે કે ગૌરી સ્પ્રેટ આમિર ખાનના પરિવાર સાથે પણ મુલાકાત કરી ચૂકી છે. 

કોણ છે ગૌરી સ્પ્રેટ

4/5
image

ગૌરી બેંગ્લુરુની રહીશ છે. તે આમિરના પ્રોડક્શન બેનર હેઠળ કામ કરે છે. તેની માતા તમિલિયન અને પિતા આયરિશ છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ આમિરે મીડિયા સામે ગૌરીને ઈન્ટ્રોડ્યૂસ કરતા પહેલા સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે પરિચય કરાવ્યો હતો. 

5/5
image

આમિર અને રીના દત્તા 1986માં લગ્ન કર્યા હતા અને 2002માં બંનેએ ડિવોર્સ લીધા હતા. ત્રણ વર્ષ બાદ આમિરે ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને વર્ષ 2021માં બંને અલગ થઈ ગયા. 2024માં આમિરે ગૌરીને ડેટ કરવાનું શરૂ કર્યું અને 2025માં પોતાનો સંબંધ ઓફિશિયલ કર્યો.