Happy Birthday Rekha: પડદા પર પોતાનાથી અડધી ઉંમરના અભિનેતા સાથે કર્યો રોમાન્સ, અફેરની વાતો ખુબ ચગી હતી!
બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી ગણાતી રેખાનો આજે જન્મદિવસ છે. રેખાનો 10 ઓક્ટોબર 1954ના રોજ જન્મ થયો હતો. ત્યારે અમે તેમને કેટલીક એવી વાતો જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો. રેખાએ તેની ઉંમરની પરવા કર્યા વગર પોતાનાથી નાની ઊંમરના એક્ટર સાથે રોમાન્સ કર્યો હતો. અભિનેતા સાથે તેની કેમિસ્ટ્રી અંગે અનેક સવાલ ઉઠ્યા હતા.

29 વર્ષ પહેલા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ જેણે સિનેમાઘરોમાં આગ અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. પરંતુ આ ફિલ્મના સફળ થવાનું સૌથી મોટું કારણ હતું બે કલાકારોનો પડદા પરનો રોમાન્સ, જેની ચર્ચા આજે પણ થતી રહે છે.
ખિલાડીઓ કે ખિલાડી
આજે અમે જે ફિલ્મની વાત કરીશું તે કોઈ અન્ય નહીં પરંતુ અક્ષયકુમારની ફિલ્મ ખિલાડીઓ કે ખિલાડી છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે દીવા રેખા અને રવિના ટંડન પણ જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મમાં રવીના અને અક્ષયની કેમિસ્ટ્રી નહીં પરંતુ રેખા અને અક્ષયકુમારની જોડીએ ચાહકોને વધુ ચોંકાવ્યા હતા.
રોમાન્સ
આ જોડીની ચર્ચા સૌથી વધુ એટલા માટે પણ હતી કારણ કે રેખા અને અક્ષયકુમારની ઉંમરમાં ઘણું અંતર હતું અને સ્ક્રીન પર તે બંનેને એક સાથે રોમાન્સ કરતા જોવા એ બંનેના ફેન્સ માટે પણ ચોંકાવનારું દ્રશ્ય હતું. ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી બધાનું ધ્યાન ખેંચતી હતી જેને અવગણવી મુશ્કેલ હતી.
કેમિસ્ટ્રી
રિપોર્ટ્સ મુજબ આ બંનેની કેમિસ્ટ્રી માત્ર પડદા સુધી સિમિત નહતી પરંતુ પડદા પાછળ પણ જોવા મળતી હતી. જે એક મોટા સમાચાર હતા. આ ફિલ્મમાં રેખાને પોતાનાથી અડધી ઉંમરના અભિનેતા સાથે રોમાન્સ કરતા જોઈને તેના ફેન્સ ખુશ નહતા જેના કારણે અભિનેત્રીએ ટ્રોલર્સનો સામનો પણ કરવો પડ્યો હતો.
બોક્સ ઓફિસ
વર્ષ 1996માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 25 કરોડની કમાણી કરી હતી અને ખર્ચ કરતા ચાર ગણું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મના ગીત આજ મેરી જિંદગી અને તુ કૌન હૈ તેરા નામ ક્યા હૈ...ખુબ લોકપ્રિય થયા હતા.
Trending Photos




