HBD: યારોના યાર મુન્નાભાઈ, રિયલ લાઈફમાં નિભાવી જાણે છે દોસ્તી, તો કેમ સલમાન ખાન સાથે સંબંધમાં આવી ખટાશ?

બોલિવુડ એકટર સંજય દત્તનું જીવન કાયમ વિવાદમાં ઘેરાયેલું રહ્યું છે. સંજય દત્તે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા પરંતુ કેટલાક લોકો તેના જીવનમાં કાયમ પડખે ઉભા રહ્યા છે. સંજય દત્તના અંગત મિત્રોમાં દબંગ ખાન સલમાન ખાનનું નામ સામેલ થાય છે. બંનેની મિત્રતાના અનેક કિસ્સાઓ અનેક છે. સંજય દત્ત અને સલમાન ખાન સાથે સાજન, ચલ મેરે ભાઈ સામેલ છે.

Jul 29, 2021, 09:33 AM IST

સલમાન ખાન અને સંજય દતે બંનેએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે તો ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા છે. આ બધા વચ્ચે સંજય દત્ત અને સલમાન ખાન વચ્ચે વર્ષોથી બોન્ડિંગ જળવાઈ રહી છે. જીવનના દરેક તબક્કામાં બંનેએ એકબીજાને સાથ આપ્યો છે. આજે સંજય દત્તનો 62મો જન્મદિવસ છે તો જાણીએ સંજય દત્ત અને સલમાન ખાનની મિત્રતાની કહાની...

1/5

યારો કે યાર

 યારો કે યાર

સલમાન ખાન અને સંજય દત્તની દોસ્તી એક મિસાલ તરીકે ગણવામાં આવે છે. 90ના દાયકામાં સલમાન સંજયની બોડી અને સ્ટાઈલના લોકો દીવાના હતા, લૂક્સ અને બોડીમાં ટક્કર આપે તેવા બહુ ઓછા કલાકારો હતા.

2/5

ચલ મેરે ભાઈ

ચલ મેરે ભાઈ

બંનેએ 'સાજન' અને 'ચલ મેરે ભાઈ' ફિલ્મમાં સાથે કામ કર્યું. બંને ફિલ્મોમાં પણ તેમના પાત્રમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવાઈ છે વાસ્તવિક જીવનમાં તેઓ વચ્ચે ભાઈઓ જેવી બોન્ડિંગ છે.

3/5

જ્યારે મિત્રતામાં આવી દરાર

જ્યારે મિત્રતામાં આવી દરાર

સંજય દત્ત અને સલમાન ખાન એકબીજા પર ખૂબ વિશ્વાસ કરતા હતા, બોલિવુડમાં તેમના ઈતિહાસના ઘણા કિસ્સા છે. મીડિયામાં પણ તેમની મિત્રતાના ચર્ચા રહેતા હતા. કહેવાય છે કે જ્યા મિત્રતા ગાઢ હોય ત્યા કોઈની નજર લાગી જાય. જાણે સલમાન અને સંજયની મિત્રતામાં કઈક આવું જ થયું. વર્ષો પહેલા સલમાન અને સંજય દત્ત વચ્ચે ખટરાગ થયો હતો.

4/5

આ વાત પર થઈ નારાજગી

આ વાત પર થઈ નારાજગી

જ્યારે સંજય દત્ત વર્ષ 2014માં જેલમાંથી બહાર આવ્યા, ત્યારે સલમાન તેને મળવા માટે ઘરે પહોંચ્યા નહોંતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાને સંજયને પોતાની પૂર્વ મેનેજર રેશમાને તેની મેનેજર રાખવાની વાત કરી. સલમાન ખાનના કહેવા પર સંજય દત્તે રેશમા શેટ્ટીને જોબ પર રાખી. તે સમયે લાંબા સમય સુધી સંજયને કોઈ પ્રોજેક્ટ મળ્યો નહોતો. આ સમયે સલમાન અને સંજય દત્તના સંબંધમાં ખટરાગ આવ્યો.

5/5

બંને વચ્ચે ગેરસમજ દૂર થઈ

બંને વચ્ચે ગેરસમજ દૂર થઈ

સંજય દત્તની જાણ બહાર જ તેની મેનેજર રેશ્માએ તેની ફી વધારી દીધી હતી કે તે નિર્માતાઓને પોષાય જ નહીં. આ વાતની જાણ થતા જ સંજય દત્ત રેશ્મા અને તેની ટીમ પર ખૂબ ગુસ્સે થયા, આ વાતથી સલમાન ખાનને માઠું લાગ્યું. ધીમે ધીમે બંને વચ્ચેનો ખટરાગ દૂર થયો. બંને બિગ બોસમાં એકસાથે જોવા મળ્યા હતા. સંજય દત્તે બિગ બોસની સિઝન-5ને હોસ્ટ કરી હતી.