જે ડ્રોનથી દુશ્મનનો ખાતમો કરે છે ઈઝરાયલ, તેનાથી જ ભારતે ઉડાવી દીધી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ; જાણો શું છે તેની ખાસિયત અને તાકાત
Harop Drone: પાકિસ્તાને ગુરુવારે દાવો કર્યો હતો કે, ભારતે કરાચી અને લાહોર સહિત અનેક સ્થળોએ ડ્રોન હુમલા કર્યા છે. જો કે, ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ પહેલા ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યો હતા. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતે આ હુમલાઓ કરવા માટે ઇઝરાયલી HAROP ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ એક ખાસ પ્રકારનું હથિયાર છે જેને 'લોઇટરિંગ મ્યુનિશન' પણ કહેવામાં આવે છે.
ડુઅલ-રોલ સિસ્ટમ
હારોપ ડ્રોન દેખરેખ પણ રાખે છે અને જરૂર પડવા પર પોતે જ ટાર્ગેટ સાથેઅથડાઈને મોટો વિસ્ફોટ કરે છે. આ ડ્રોન દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવા માટે જાણીતું છે.
ઇઝરાયલી ટેકનોલોજી
હારોપ ડ્રોન ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે તેમના HARPY ડ્રોનનું નવું વર્ઝન છે. આ ઇઝરાયલી ડ્રોન 9 કલાક સુધી ઉડી શકે છે અને 1 હજાર કિલોમીટર સુધી ઓપરેશન કરી શકે છે.
માનવ દેખરેખ હેઠળ
જો કે, હારોપ ડ્રોન પોતાની મેળે કામ કરે છે, પરંતુ ઓપરેટરને હુમલાને રોકવા અથવા બદલવાનો વિકલ્પ પણ આપે છે.
રીવાઇન્ડ ક્ષમતા
તેની ઘણી ખાસ વિશેષતાઓમાંથી એક એ છે કે, જો મિશન અચાનક બદલાઈ જાય છે તો ઓપરેટર તેનો ટાર્ગેટ પણ બદલી શકે છે.
હારોપ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ, ઇન્ફ્રારેડ (IR) અને એન્ટી-રડાર સિસ્ટમથી સજ્જ છે, જેનાથી તે દુશ્મનને સરળતાથી ઓળખી શકે છે. HAROPનો ઉપયોગ સેના, નૌકાદળ, શહેરી લડાઇ અને આતંકવાદ વિરોધી મિશનમાં થઈ શકે છે.
આ ડ્રોનની ક્ષમતા વિશે વાત કરીએ તો તે 23 કિલો વિસ્ફોટકો લઈને ઉડે છે, જેની મદદથી તે રડાર, મિસાઇલ સિસ્ટમ અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી શકે છે.
Trending Photos