વર્ષ 2100 સુધીમાં આ દેશોમાં થઈ શકે છે લાખો લોકોના મોત! સ્ટડીમાં સામે આવ્યું હૃદય કંપી જાય તેવું કારણ

Heat Warning: હાલમાં યુરોપમાં ખૂબ જ ઠંડી પડે છે. યુરોપના ઘણા દેશોમાં મહિનાઓ સુધી હિમવર્ષા થાય છે અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. જો કે, એક નવી સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં યુરોપના ઘણા દેશમાં ગરમીના કારણે લાખો લોકોના મોત થઈ શકે છે.

ગરમીની ચેતવણી

1/5
image

છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે સતત દુનિયાના અંત વિશે ચેતવણીઓ સાંભળી રહ્યા છે, વૈજ્ઞાનિકો અને જ્યોતિષીઓએ ઘણી વખત દુનિયાના વિનાશની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જો કે, દુનિયાભરના દેશોમાં જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે, તેનાથી આ તબાહીના સંકેત ચોક્કસપણે મળી રહ્યા છે. હવે એક નવી સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, યુરોપના લોકો પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને આગામી કેટલાક વર્ષોમાં અહીં લાખો લોકોના મોત થઈ શકે છે.

23 લાખ લોકોના થઈ શકે છે મોત

2/5
image

આ લાખો મોત પાછળનું કારણ ગરમી હોવાનું જણાવી રહ્યા છે. સ્ટડીમાં માહિતી આપવામાં આવી છે કે, લાખો યુરોપિયન લોકોના મોત ગરમીથી સંબંધિત કારણોસર થઈ શકે છે. આ સ્ટડી યુરોપના 854 શહેરોમાં ક્લાઈમેટ ચેન્જને લઈ થયેલ કમ્પ્યુટર સિમ્યુલેશન પર આધારિત હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, 2100 સુધીમાં યુરોપમાં કુલ 23 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે.

આ રીતે ઘટાડી શકાય છે ખતરો

3/5
image

આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, જો આવનારા કેટલાક વર્ષોમાં કેટલાક જરૂરી પગલાં લેવામાં આવે તો મોતની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. આ માટે કાર્બન પ્રદૂષણનું સ્તર ઘટાડવું સૌથી મોટું પગલું હશે. આ સિવાય દુનિયાભરના નિષ્ણાતોએ એક સાથે મળીને વધતા તાપમાનનો સામનો કરવા માટે વધુ સારી રીત શોધવી પડશે.

યુરોપમાં બદલાઈ જશે સમીકરણો?

4/5
image

હાલમાં યુરોપમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. યુરોપના ઘણા દેશોમાં મહિનાઓ સુધી હિમવર્ષા થાય છે અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. આ ઠંડીના કારણે અહીં દર વર્ષે અનેક લોકોના મોત થાય છે, પરંતુ સ્ટડી તદ્દન વિપરીત સમીકરણ તરફ ઈશારો કરી રહ્યી છે. સ્ટડીમાં ઠંડીને બદલે ગરમીના કારણે લાખો લોકોના મોતનું કારણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના વૈજ્ઞાનિકોએ આ સ્ટડીનું નેતૃત્વ કર્યું હતું.

આ બાબતો આપવામાં આવી સલાહ

5/5
image

સ્ટડી પર કામ કરી રહેલા નિષ્ણાતોએ ઘણી એવી બાબતો પણ જણાવી છે, જેના પર સતત કામ કરવું પડશે. સંશોધકોએ ગ્રીનહાઉસ ગેસોને ઘટાડવા અને યુરોપના કેટલાક ભાગોમાં ઇન્ડોર એર-કૂલિંગ સિસ્ટમ અને કૂલિંગ સેન્ટરને વિસ્તૃત કરવા માટે વાત કરવામાં આવી છે. જો આમ કરવામાં ન આવે તો ઇટલી, સ્પેનના દક્ષિણ ભાગો અને ગ્રીસમાં ગરમીથી થતા મોતમાં મોટો વધારો જોવા મળી શકે છે. આવનારા 50 થી 75 વર્ષોમાં હાલાત ખૂબ જ વધારે બગડી શકે છે.