Heavy Rain Alert: ભારતના હવામાન વિભાગે ઘણી જગ્યાએ એક સાથે મોટું એલર્ટ જાહેર કર્યું છે. જાણો દેશમાં હવામાનની સ્થિતિ શું રહેશે.
1/5Heavy Rain Alert: ભારતના હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે કરા પડવા અને ઘણી જગ્યાએ હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણો સંપૂર્ણ વિગત...
2/5આઈએમડીની વેબસાઇટ પ્રમાણે આજે અમસ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે. આ બધી જગ્યા માટે યેલો એલર્ટ (Weather Update Latest News) જાહેર કરવામાં આવ્યું છે.
3/5હિમાચલ પ્રદેશમાં કરા (Hailstorm Alert) પડવાથી લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. આ સિવાય પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે.
4/5પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી અને પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં હવામાન વિભાગે હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
5/5મરાઠવાડા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ અને પુડુચેરીમાં ગવામાન ગરમ અને ભેજવાળું રહેવાનું અનુમાન છે.