ગુજરાતમાં મેઘરાજા બતાવશે રૌદ્ર સ્વરૂપ! આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં મેઘરાજાની સવારી આવવાની સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 

1/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે, જેના લીધે ચોમાસાને ખેંચી લાવ્યું છે. 20 અને 21 જૂને તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

2/5
image

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં પણ શનિવારથી ભારે વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. જોકે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયનાં 19 જેટલા જિલ્લાઓમાં રવિવારના રોજ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

3/5
image

ગુજરાતમાં હાલ ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસથી મેઘરાજાએ અમદાવાદનો પણ વારો કાઢ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 22 જૂને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

4/5
image

હવામાન ખાતાએ આગામી એક સપ્તાહ દરમિયાનની રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેવાની વિગતો જારી કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે તો ક્યાંક ભારે વરસાદ તેમજ મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે. જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પ્રથમ દિવસે શુક્રવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદ પડશે. 

5/5
image

શનિવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રવિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ, આ વખતે દેશભરમાં ચોમાસું સામાન્યથી વધુ સારુ રહેશે.