Mumbai Rain: ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું, ઓફિસોમાં રજા, રેલવે ટ્રેક, રસ્તાઓ પાણીથી ડૂબાડૂબ, જુઓ PHOTOS

મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે. 

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં મંગળવારે મોડી રાત સુધી મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસતાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે. લોકલ ટ્રેનો અને બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરાયા છે અને તેમા ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. વર્કિંગ સર્કલ વિસ્તારમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને સમુદ્રની જેમ પાણી હિલોળા લઈ રહ્યું છે. મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે. 

મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાયા

1/8
image

સતત વરસાદના કારણે મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં રોડ પાણીમા ડૂબાડૂબ જોવા મળ્યા. જનજીવન ખોરવાઈ ગયુ છે. 

વાહનો ફસાયા

2/8
image

ભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ફસાયા. લોકો એકબીજાની મદદથી પાણીમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. ભારે વરસાદના કારણે ચર્ચગેટ-અંધેરી ટ્રેન સર્વિસ બંધ કરાઈ જ્યારે બીજી લોકલ સર્વિસ અંધેરીથી વિરારની ચાલુ છે.

અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

3/8
image

ભારે વરસાદના કારણે ગ્રાંટ રોડ, ચર્ની રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, દાદરથી માટુંગ, માટુંગાથી માહિમના વિસ્તારો પાણીમાં ડૂબ્યા. વેસ્ટર્ન રેલવેના જણાવ્યાં મુજબ ચર્ચગેટથી અંધેરીની લોકલ ટ્રેનો કેન્સલ કરાઈ છે. વિરારથી અંધેરીની લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનો રિશિડ્યુલક કરાઈ છે. 

બીએમસીએ રજા જાહેર કરી

4/8
image

બૃહદ મુંબઈ મહાનગર પાલિકાએ તમામ ખાનગી અને સરકારી ઓફિસો માટે આજે રજા જાહેર કરી છે. ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કમિશનરે લોકોને અપીલ કરી છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળે.

રેલવે ટ્રેક પર પાણી ભરાયા

5/8
image

ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે. સાયન રેલવે સ્ટેશન પાસે પાટા સંપૂર્ણ પાણીમાં ડૂબાડૂબ જોવા મળ્યાં.

રેલવે ટ્રેક પર પાણી ભરાયા

6/8
image

લોકો ગાડીની રાહત જોતા રહ્યાં પણ પાણીના કારણે અનેક ગાડીઓ કેન્સલ કે મોડી છે. 

હોસ્પિટલમાં પાણી ભરાયા

7/8
image

ભારે વરસાદના કારણે મુંબઈની નાયર હોસ્પિટલમાં પાણી ભરાયા. 

હોસ્પિટલમાં પાણી ભરાયા

8/8
image

આ હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાયેલી છે. બીએમસીના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં શહેરમાં 173 મીમી વરસાદ નોંધાયો છે.