આગામી ત્રણ દિવસ તોફાની વરસાદની આગાહી; કૃતિકા નક્ષત્ર ગુજરાતમાં મચાવશે તબાહી, આ 11 જિલ્લામાં એલર્ટ
Ambalal Patel Monsoon Prediction: સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલે મૂશળધાર વરસાદની સાથે-સાથે ચક્રવાતના એંધાણ આપ્યા છે. અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15થી 19 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. ભાવે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા આઠ-દસ દિવસથી પલટો આવ્યો છે. કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે, પરંતુ હજુ લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં સામાન્ય મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમીની રહી શકે છે.
દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગના નવા અપડેટ પ્રમાણે આ મહિને એટલે કે મેના અંતિમ સપ્તાહમાં ચોમાસું આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ચોમાસું આવવાને કારણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની ગતિવિવિધો દેશમાં સમય પહેલા શરૂ થઈ ગઈ છે. તો તેની ગતિ અને મૂવમેન્ટના બેઝ પર હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 27 મે સુધી ચોમાસાની ઉપસ્થિતિ કેરળમાં થઈ જશે. જ્યારે અહીં ચોમાસાનું આગમન સાન્ય રીતે 1 જૂને થાય છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં 15 મેએ પણ વરસાદ પડી શકે છે. ગુરૂવારે રાજ્યમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.. રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 14મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.
કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.
આ વર્ષે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. મે મહિનો ભારે ગરમીનો મહિનો છે, પરંતુ હવામાનમાં સતત ફેરફારને કારણે, દેશની રાજધાની સહિત ઘણા રાજ્યોમાં હવામાન હજુ પણ ખુશનુમા છે. એક સમયે જ્યારે લોકો કાળઝાળ ગરમી અને ગરમ પવનોનો સામનો કરતા હતા, ત્યારે વરસાદ અને ઠંડી પવન લોકોને તાજગી આપે છે.
હવે ચોમાસા અંગે હવામાન વિભાગના તાજેતરના અપડેટથી પણ રાહતના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી, આજે એટલે કે 14 મેના રોજ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાં આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે.
ક્યારે કયાં પહોંચશે ચોમાસું?
કેરળમાં ચોમાસાની એન્ટ્રી 27 મેએ થવાની સંભાવના છે. તે દેશના અલગ-અલગ ભાગમાં થતાં 5 જુલાઈએ રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચશે. એટલે કે 27 મેથી 5 જુલાઈ સુધી દેશનો દરેક ખુણો વરસાદમાં પલળી ગયો હશે. આ વખતે ચોમાસામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ 27 મે થી શરૂ થશે. 1 જૂને કેરળ અને તમિલનાડુમાં ચોમાસુ પ્રવેશ કરશે. આ પછી, ચોમાસાના પવનો કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે અને ૫ જૂન સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે.
દક્ષિણના રાજ્યોમાં ચોમાસું
10 જૂન સુધીમાં ચોમાસુ મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પહોંચી જશે. આ તે સમય હશે જ્યારે ચોમાસુ આંધ્રના પૂર્વ ભાગમાં પ્રવેશ કરશે. આ વિસ્તાર ઓડિશાને અડીને આવેલો છે. ઓડિશામાં 12 જૂનથી 15 જૂનની વચ્ચે ચોમાસુ આવવાની ધારણા છે.
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ક્યારે થશે?
ચોમાસુ મધ્ય ભારતમાં પ્રવેશ કરશે. 15 જૂને, તે ગુજરાત, મધ્યપ્રદેશ, મધ્ય છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમાં પહોંચી ગયું હોત. 20 જૂને ચોમાસુ મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે. ચોમાસુ દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં સૌથી છેલ્લે પહોંચે છે. આ વખતે, ચોમાસુ 25 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ મધ્ય, જમ્મુ અને કાશ્મીરને આવરી લે તેવી અપેક્ષા છે.
Trending Photos