Gujarat Monsoon 2025 Prediction : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે ગુજરાતીઓએ આજે શુકનની લાપસી બનાવવી જોઈએ. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વિશે અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે.
1/5હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 15થી 18 જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે. 15 અને 16 જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે. 16 અને 17 જૂને ભારે પવન સાથે વરસાદ આવશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
2/5હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
3/5વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે.
4/5ગુજરાતના 104 તાલુકામાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગે 18 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 25 જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો 18 જૂન સુધીમાં સત્તાવાર પ્રારંભ થઈ શકે છે.
5/5ગત સાંજે રાજ્યમાં ભારે ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે 6 લોકોના જીવ લીધા છે. દાહોદમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત થયા છે. તો સુરત, પંચમહાલ, રાજકોટ અને છોટાઉદેપુરમાં વીજળીથી 4 લોકોનાં મોત થયા છે.