કડાકા ભડાકા સાથે 37 જિલ્લામાં ભારે વરસાદની આગાહી; જાહેર કરાઈ વાવાઝોડાની ચેતવણી! જાણો શું છે લેટેસ્ટ અપડેટ

Ambalal Patel Weather Forecast : હાલ સમગ્ર દેશમાં કાળઝાળ ઉનાળાની સીઝન ચાલી રહી છે. તેમ છતાં હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક વધી શકે છે. આજે 37 જિલ્લામાં વરસાદ અને ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે હવામાન. 

1/12
image

Weather Update: હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. સ્કાયમેટે આગામી 24 કલાકમાં અથવા 16 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે.

2/12
image

ઉત્તર પ્રદેશમાં 14 માર્ચથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદનો આ ટ્રેન્ડ 16મી માર્ચ પછી અને 17મી માર્ચે પણ ચાલુ રહી શકે છે. આ સિવાય હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે. યુપીના 37 જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે. જ્યારે, હવામાન વિભાગે 16 માર્ચે બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર અને હરદોઈમાં વીજળી સાથે તોફાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ કરાયું છે જાહેર?

3/12
image

હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદ, ગાજવીજ અને વીજળીની આગાહી કરી છે. યુપીના જે જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બાંદા, ચિત્રકૂટ, કૌશાંબી, ફતેહપુર, બલરામપુર, શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર દેહાત, કાનપુર નગર, ઉન્નાવ, રાયબરેલી, બુલંદશહેર, અલીગઢ, મથુરા, હાથરસ, કાસગંજ, એટા. આગરા, ફિરોજાબાદ, મૈનપુરી, ઇટાવા, ઔરૈયા, બરેલી, પીલીભીત, શાહજહાંપુર, સંભલ, બદાઉન, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર અને તેની આસપાસના વિસ્તારોના નામ સામેલ છે. વરસાદી સિઝનના અંત પછી રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ઝડપી વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગે 18 થી 21 માર્ચ સુધી હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. આ પછી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

ગત દિવસોમાં કેટલું રહ્યું તાપમાન?

4/12
image

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે, મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઝાંસીમાં લઘુત્તમ તાપમાન સૌથી વધુ 20.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વારાણસીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય લખનૌમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

5/12
image

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ બદલાવ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા છે. મધ્ય અફઘાનિસ્તાન અને નજીકના પાકિસ્તાનના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૭.૬ કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૦.૯ કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી પવનોનો એક પ્રવાહ રચાયો છે. આ તમામ પરિબળોને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય ભાગોમાં પણ પડશે.    

આજે પડશે કરા

6/12
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત, મેરઠ, અલીગઢ, મથુરા અને બિજનૌરની આસપાસના જિલ્લાઓમાં કરા પડી શકે છે. આ ઉપરાંત આજે 5 જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જે જિલ્લામાં ભારે પવન ફૂંકાશે, તેમાં પીલીભીત, શાહજહાંપુર, રામપુર, બરેલી અને સંભલનો સમાવેશ થાય છે. અહીં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પછી 16 અને 17 માર્ચે પણ વરસાદનો આ ટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે.

7/12
image

IMD ઘણા રાજ્યો માટે હીટ વેવ એલર્ટ જાહેર કરી ચૂક્યું છે. પરંતુ, હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. સ્કાયમેટે આગામી 24 કલાકમાં અથવા 16 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે.

8/12
image

અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. 

9/12
image

જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે.    

10/12
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 9 થી 13 માર્ચ સુધીનો હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીની વચ્ચે રહ્યું હતુ. જો કે કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીએ પણ પહોંચ્યો હતો. પરંતું હવે હીટવેવનો રાઉન્ડ પુરો થઈ ગયો છે. 

11/12
image

આગામી 2-3 દિવસમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે કે, જે ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધ્યું હતું. ત્યાં 37-38 ડિગ્રી, જયાં 38 ડિગ્રી હતુ. ત્યાં 35 થી 36 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જશે. આ ઘટેલું તાપમાન આગામી 22 તારીખ સુધી યથાવત રહેશે. જેથી હીટવેવમાં આંશિક રાહત મળવાની છે.

12/12
image

જો પવનની ગતિની વાત કરીએ તો. હીટવેવ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા છે. 14 માર્ચથી પવનની ગતિમાં પણ ઘટાડો થશે. આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 કિમી પ્રતિકલાક થઈ જશે. જે બાદ માર્ચ મહિના અંતિમ સપ્તાહમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ આવશે.

monsoongujaratstorms; flames of Holiambalalnew yearWatch Wind DirectionMonsoon Weather predicationExplains Ambalal Patelweather predication by holi direcationweather predicationholi direcationAmbalal Patelચોમાસાના હવામાનની આગાહી માટે પવનની દિશા જુઓઅંબાલાલ પટેલ સમજાવે છેહોળીના નિર્દેશન દ્વારા હવામાનની આગાહીહવામાનની આગાહીહોળીની દિશાઅંબાલાલ પટેલહોળીની ઝારવર્તારોઅંબાલાલ પટેલ વર્તારોgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastIMDIndia Meteorological DepartmentIMD Alertઆજનું હવામાનવરસાદની આગાહીવાતાવરણમાં મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદ