ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને છે એલર્ટ

Gujarat Rain Alert : રવિવારે જામનગર, અમરેલી, દ્વારકા, અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. હજુ પણ આગામી 48 કલાક હવામાન વિભાગની માવઠાની આગાહી છે. સારા સમાચાર એ છે કે, આ વખતે 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે. જોકે, હાલ વરસી રહેલા કમોસમી વરસાદથી કેરી સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું છે. આજે ક્યાં આગાહી છે તે જોઈ લો. 
 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 

1/4
image

હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. 

ક્યાં ક્યાં આવ્યો વરસાદ 

2/4
image

આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી છે. બંને દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાનની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. રવિવારે 8 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ડાંગ, પોરબંદર અને અમરેલી કમોસમી વરસાદ નોંધાયો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે.   

દેશમાં આ વર્ષે વહેલું આવશે ચોમાસું

3/4
image

હવામાન વિભાગના તજજ્ઞો અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું વહેલુ આવશે. 16 વર્ષ બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવવાના સંકેત છે. કેરળમાં 4 દિવસ વહેલા ચોમાસું શરૂ થઈ જશે. કેરળમાં 1 જૂનના બદલે 27 મેના રોજ ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગે મહત્વની જાણકારી આપતા કહ્યું કે, બંગાળની ખાડીમાં 21 મેની જગ્યાએ 13 મેના રોજ ચોમાસું આવી જશે. આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ વરસવાની આગાહી છે.   

ગુજરાતમાં 10 જુને ચોમાસાની આગાહી  

4/4
image

આ વર્ષે ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું આવી જશે. 10 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશસે તેવી આગાહી છે. સાથે જ રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ છે. જોકે, ચોમાસું આવે તે પહેલા જ ગુજરાતમાં સવા ઈંચ વરસાદ ગયો છે.