ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Alert : ગુજરાતના માથે હજી પણ કમોસમી વરસાદની ઘાત છે. ગુજરાતમાં હજી પણ વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગના નવા લેટેસ્ટ અપડેટ શું છે તે જોઈ લઈએ.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.
વાવાઝોડા જેવો પવન ફુંકાશે
નવી આગાહી મુજબ, ગાજવીજ વીજળીના કડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગઈ 60-70 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં ક્યાંક રેડ અલર્ટ, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે.
ક્યાં ક્યાં વરસાદનું એલર્ટ
ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું.
અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા ખોલાયા
અમદાવાદ શહેરમાં પડેલા ભાર વરસાદ બાદ પાણી નથી ઉતર્યા. તંત્ર દ્વારા સાબરમતી નદી સાથી વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. બેરેજની બીજી તરફના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી હતી. આગામી સમયમાં બેરેજના વધુ દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે. સાણંદ, ધંધુકા, ધોળકા, ખેડા સહિતના વિસ્તારો માટે ચેતવણી અપાઈ છે.
Trending Photos