અમદાવાદથી મુંબઈ જવાનું પ્લાનિંગ કરો છો તા સાચવજો, આ હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ મળશે
Traffic Jam On National Highway 48 : હાલ છેલ્લા ત્રણ કલાકથી વડોદરાના નેશનલ હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા છે. અમદાવાદ સુરત નેશનલ હાઈવે 48 પર વડોદરા પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. છેલ્લાં ત્રણ થી ચાર કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાયા છે. તેથી જો તમે અમદાવાદથી મુંબઈ બાય રોડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો. નહિ તો તમને ટ્રાફિક આડે આવશે.
શહેરના જામ્બુવા બ્રિજ ઉપર હાઇવે પર ગામડા પડી જવાના કારણે વહેલી સવારથી જ વાહનોનો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી ટ્રાફિકજામના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે
ત્રણથી ચાર કિલોમીટરનો હાઇવે પર લાંબી લાઈનના દ્રશ્યો સામે આવ્યા છે
અમદાવાદ-સુરત NH-48 પર વડોદરા પાસે ટ્રાફિકજામ, 3 કિમી સુધી વાહનોની વણજાર, સવારથી લોકો અટવાયા
આ ટ્રાફિક જામથી વાહનચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
Trending Photos