દીપિકા-ઐશ્વર્યા નહીં, આ હસીના એક ફિલ્મ માટે લે છે સૌથી તગડી ફીસ, જાણીને તમે પણ ચોંકી જશો!

Highest Paid Indian Actress: સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરવા માટે તગડી ફી લે છે પણ ઘણા એવા સ્ટાર્સ છે જેઓ ફિલ્મના પ્રોફિટમાં હિસ્સો લે છે. તો બીજી તરફ કેટલાક સ્ટાર્સ એવા છે જેમની એક દિવસની ફી એટલી વધારે હોય છે કે તે જાણ્યા પછી તમે પણ ચોકી જશો. આજે અમે તમને બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીની ફી વિશે જણાવીશું. આ ફી એટલી વધારે છે કે દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેની સામે ફેલ છે. જાણો બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ અને બીજી એક્ટ્રેસીસની ફીસ વિશે.

નયનતારા

1/6
image

સાઉથની ફિલ્મોની વાત કરીએ તો લોકો નયનતારાના લુક અને તેની એક્ટિંગના દિવાના છે. સમાચાર અનુસાર, નયનતારા 1 ફિલ્મ માટે લગભગ 2 કરોડથી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હવે તે ટૂંક સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં જોવા મળશે.

સામંથા

2/6
image

નયનતારા સિવાય સાઉથની અન્ય એક હિરોઈનની સૌથી વધુ ચર્ચા થાય છે .આ હિરોઈન છે સામંથા પ્રભુ. IMD અનુસાર, સમંથા એક ફિલ્મ માટે લગભગ 3 કરોડથી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

3/6
image

ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના અભિનય કરતા પણ વધુ સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા છે. તાજેતરમાં, કાન્સ રેડ કાર્પેટ પર તેના દેખાવને ઘણા લોકોએ પસંદ કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે.

આલિયા ભટ્ટ

4/6
image

હવે વાત કરીએ આલિયા ભટ્ટની. સમાચાર મુજબ, આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે લગભગ 10 થી 20 કરોડ રૂપિયા લે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં યોજાયેલા IIFA એવોર્ડ્સમાં પણ આલિયાને 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેની ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

દીપિકા પાદુકોણ

5/6
image

ફિલ્મ 'પઠાણ'માં ઓરેન્જ બિકીની પહેરીને વિવાદોમાં ફસાયેલી અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ફિલ્મ માટે તગડી ફી વસૂલે છે. સમાચાર અનુસાર, અભિનેત્રી એક ફિલ્મ માટે 15 થી 30 કરોડ લે છે.

પ્રિયંકા ચોપરા

6/6
image

આ યાદીમાં છેલ્લું નામ પ્રિયંકા ચોપરાનું આવે છે. સમાચાર અનુસાર, IMD અનુસાર બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક ફિલ્મ માટે લગભગ 15 થી 40 કરોડ રૂપિયા લે છે.