શું 1941નો ઈતિહાસનું પુનરાવર્તન કરી રહ્યું છે 2025... એક જેવું કેલેન્ડર હોવું માત્ર સંયોગ કે પછી વિનાશનો સંકેત?

History Repeated Again: વર્ષ 2025માં બનનારી ઘટનાઓએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને 1941માં બનેલી ઘટનાઓ સાથે જોડી રહ્યા છે જેમાં તબાહી મચી હતી. આવી સ્થિતિમાં લોકો માને છે કે, 2025 ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યું છે.

2025માં બનવાની ઘટનાઓ

1/8
image

2025માં બનવાની ઘટનાઓએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આ સમયે આખી દુનિયામાં આવી ઘણી ઘટનાઓ બની રહી છે, ક્યાંક બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો ક્યાંક વિમાનો ક્રેશ થઈ રહ્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

હાહાકાર

2/8
image

આ બધી ઘટનાઓ વચ્ચે કેટલાક લોકો માને છે કે, 2025 ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યું છે. 1941નો ઇતિહાસ એવો માનવામાં આવે છે કે, 1941 અને 2025નું કેલેન્ડર બિલકુલ એક જેવું છે. આ ઉપરાંત આ વર્ષે આવી ઘણી ઘટનાઓ બની જેના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે.

1941 અને 2025

3/8
image

આ સ્ટોરીમાં અમે તમને 1941 અને 2025માં બનેલી કેટલીક ઘટનાઓની તુલના કરી રહ્યા છીએ. ચાલો આ બન્ને વર્ષ વિશે વિગતવાર જાણીએ.

1941ની થયેલી ઘટનાઓ

4/8
image

1941નું વર્ષ ઇતિહાસમાં તબાહી અને યુદ્ધનું પ્રતીક બની ગયું છે. આ વર્ષે જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો, જેના કારણે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ્યું હતું. ઓપરેશન બારબરોસા હેઠળ જર્મનીએ સોવિયેત યુનિયન પર હુમલો કર્યો, જેનાથી યુરોપમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું. લ્વિવ અને રુમ્બુલા નરસંહારમાં હજારો નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ માલ્ટા પર બોમ્બમારો, વેક આઇલેન્ડ, ફિલિપાઇન્સ, હોંગકોંગમાં યુદ્ધ અને બ્રિટિશ જહાજ ડૂબી જવાથી આ વર્ષે મચેલી તબાહીની ખતરનાક તસવીરો તેની યાદ અપાવે છે.

2025માં અત્યાર સુધી શું બન્યું છે?

5/8
image

2025માં આવી જ કેટલીક ઘટનાઓ બની રહી છે જે આપણને 1941ની યાદ અપાવે છે. અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા. રશિયા-યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ છે, જ્યારે ઇઝરાયલ-હમાસ અને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષોએ મધ્ય પૂર્વને હચમચાવી નાખ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

6/8
image

કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, જ્યારે ચીન અને તાઇવાન પર પણ યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ચક્રવાત, પૂર અને ધૂળના તોફાન જેવી કુદરતી આફતો આ વર્ષને વધુ ભયાનક બનાવી રહી છે.

સંયોગ

7/8
image

આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે, શું 1941 અને 2025નું કેલેન્ડર એક જેવું હોવું માત્ર સંયોગ છે કે પછી કોઈ મોટા ખતરાનો સંકેત? 1941ની જેમ 2025માં પણ ઘણી ભયંકર ઘટનાઓ બની ચૂકી છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બધું જોતાં બન્ને વર્ષો વચ્ચે કેટલીક સમાનતાઓ જોવા મળે છે.

ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમ

8/8
image

જો કે, જો આપણે કેલેન્ડર્સ વિશે વાત કરીએ, તો તેમનું સમાન હોવું કોઈ રહસ્ય નથી, પરંતુ ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમને કારણે છે. આ સિસ્ટમ અનુસાર દર થોડા વર્ષે ચોક્કસ વર્ષોના કેલેન્ડર્સ બરાબર સમાન થઈ જાય છે - એટલે કે, તારીખ અને દિવસ બંને મેળ ખાય છે. તેથી 1941 અને 2025ના કેલેન્ડર્સ સમાન હોવા એ માત્ર એક સંયોગ છે, કોઈ વિનાશનો સંકેત નથી.