Bhang: કોઈને ભાંગ ચઢી જાય તો અપનાવો આ ટીપ્સ, થોડીવારમાં જ ઉતરી જશે ભાંગની અસર

Bhang Hangover: હોળીના તહેવારમાં લોકો જોરદાર મસ્તી કરે છે. આ દિવસે રંગથી રમવાની સાથે સ્વાદિષ્ટ પકવાન પણ ખાવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો ભાંગવાળી ઠંડાઈ પી લેતા હોય છે. તેવામાં જો કોઈને ભાંગ ચઢી જાય તો તેને કેવી રીતે ઉતારવી આજે તમને જણાવીએ.
 

લીંબુ

1/5
image

લીંબુ ખાટું હોય છે. તેનો ઉપયોગ કરવાથી નશો તુરંત ઉતરી જાય છે. હુંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરી પીવડાવી દેવું.  

આદુ

2/5
image

ભાંગનો નશો ઉતારવા માટે આદુ પણ અસરકારક સાબિત થાય છે. આદુનો એક ટુકડો વ્યક્તિને મોંમાં આપી દેવો જોઈએ. તેનાથી નશો ઉતરવા લાગે છે.   

નાળિયેર પાણી

3/5
image

નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે લાભકારી છે પરંતુ તે ભાંગ ઉતારવામાં પણ ઉપયોગી છે. ભાંગ ચઢી જાય તેને નાળિયેર પાણી પીવડાવવું જોઈએ.  

દહીં

4/5
image

દહીં અને છાશ પણ ભાંગનો નશો ઉતારવામાં મદદ કરે છે. દહીં અથવા છાશમાં શેકેલું જીરું ઉમેરી ખવડાવી દેવાથી ભાંગ ઉતરવા લાગે છે.  

5/5
image