વડોદરામાં હમચમાવી દે તેવો અકસ્માત : પિકઅપ વાન કેનાલમાં ખાબકતા 4ના મોત

Accident News : ગુજરાતના માટે મોટી ઘાત બેસી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ આગકાંડમાં 28 લોકોના મોતની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોતનિપજ્યાં છે. બોલેરો પીકઅપ વાન માઈનોર કેનાલમા ખાબકતા 2 બાળકો અને 2 પુરુષોના મોત નિપજ્યાં છે. 
 

1/3
image

વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પીકઅપ વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટી ખાઈ ગઈ હતી. જેમાં પિકઅપ વાન સીધી માઈનોર કેનાલમાં ખાબકી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ કેનાલમાં પડેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. 

2/3
image

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પિકઅપ વાનમાં કુલ 12 થી 15 લોકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થાય છે. 

3/3
image

અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલાં ખસેડવામાં આવ્યા હતા.