પાવાગઢથી દર્શન કરીને પરત ફરતા સુરતના પરિવારને કાળ ભરખી ગયો, વડોદરા પાસે અકસ્માતમાં 3 ના મોત

Vadodara Accident : સુરતના પરિવારને વડોદરામાં નડ્યો અકસ્માત.. ત્રણ લોકોના મોત.. તો પાંચ વ્યક્તિ ઘાયલ થતા સારવાર હેઠળ.. પાવાગઢમાં દર્શન કરીને પરત ફરતી વખતે સર્જાઈ કરૂણ ઘટના... 
 

વડોદરામાં વધુ એક અકસ્માત

1/3
image

વડોદરામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પરિવારને વડોદરામાં ગંભીર અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. 

2/3
image

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનો પરિવાર અર્ટિગો કારમાં સવાર થઈને પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયો હતો. પાવાગઢથી પરત ફરતી વખતે કાર હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી, અને હાઈવેથી નીચે ઉતર્યા બાદ ઝાડ સાથે ટકરાઈ હતી.   

3/3
image

અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટીભાર્યા મોત નિપજ્યા છે. તો 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.