આદિમાનવ કેવા દેખાતા હતા ? અસલી ચહેરો આવ્યો સામે ! આખરે વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું...

Primitive Humans : વૈજ્ઞાનિકોએ આદિમાનવના સાચા સ્વરૂપને ઉજાગર કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે આપણા આદિમાનવો કેવા દેખાતા હતા તે સમજવામાં મદદ કરશે. 
 

1/6
image

પુરાતત્વવિદોએ ઇતિહાસમાં આદિમાનવોના જીવનને સમજવા માટે ઘણી કડીઓ શોધી કાઢી છે, જેમ કે તેમનો ખોરાક, કપડાં અને જીવનશૈલી. પરંતુ એક પ્રશ્ન હંમેશા રહસ્યમય રહ્યો છે. આદિમાનવો કેવા દેખાતા હતા ? 

2/6
image

આધુનિક ટેક્નોલોજી અને ડીએનએ પૃથ્થકરણની મદદથી વૈજ્ઞાનિકોએ ભૂતકાળને જીવંત કરીને તેમના ચહેરાને ફરીથી બનાવ્યો છે. અસલી ફોટોના આધારે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ ફોટો છે.

3/6
image

લગભગ 75,000 વર્ષ જૂની નિએન્ડરથલ મહિલાની ખોપરી ઈરાકી કુર્દીસ્તાનની શનિદર ગુફામાંથી મળી આવી હતી. આ ખોપરી ટુકડાઓમાં હતી, જેને વૈજ્ઞાનિકોએ જોડીને તેનો ચહેરો બનાવ્યો. આ મહિલાનું નામ શનિદર ઝી હતું, જે હોમો સેપિયન્સની નજીકની પ્રજાતિ હતી. આ મૂળ ફોટોના આધારે AIનો ઉપયોગ કરીને ફોટો બનાવવામાં આવેલ છે.

4/6
image

શનિદર ઝી લગભગ 5 ફૂટ ઉંચા હતા અને 40 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. વૈજ્ઞાનિકોએ આધુનિક માનવીઓ સાથે આકર્ષક સામ્યતા ધરાવતો ચહેરો બનાવવા માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જેમ કે 3D સ્કેન અને ફોરેન્સિક મોડલિંગ.

5/6
image

વૈજ્ઞાનિકોએ આ મમીની ખોપડીનું વિશ્લેષણ કરીને તેનો ચહેરો ફરીથી બનાવ્યો. ફોરેન્સિક તકનીકો અને ઐતિહાસિક સંદર્ભોનો ઉપયોગ કરીને ફરીથી બનાવવામાં આવેલો ચહેરો, તે સમયની સામાન્ય ઇજિપ્તની મહિલાની ઝલક આપે છે. 

6/6
image

આદિમાનવોના ચહેરાને બનાવવા માટે ફોરેન્સિક ફેશિયલ રિકન્સટ્રક્શન, ડીએનએ વિશ્લેષણ અને 3D મોડેલિંગનો ઉપયોગ થાય છે. આ તકનીકો ખોપરીના બંધારણ, ઉંમર અને ઐતિહાસિક સંદર્ભનું સચોટ નિરૂપણ કરે છે.