Naga Sadhu: કડકડતી ઠંડીમાં કપડા વગર કેવી રીતે રહે છે નાગા સાધુ, રહસ્યમયી સવાલનો આ છે જવાબ….

How do yogis live in the cold: નાગા સાધુનું જીવન ખૂબ જ રહસ્યમય હોય છે અને દરેક વ્યક્તિ તેના જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે, પરંતુ આજકાલ જો તમે ક્યાંક કોઈ નાગા સાધુને જુઓ તો તમારા મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે આટલા ઠંડા વાતાવરણમાં આ નાગા સાધુ કેવી રીતે કપડા વગર કે કામના કપડા વગર જીવે છે? તો ચાલો જાણીએ જવાબ..

1/8
image

કુંભ મેળામાં મુખ્ય આકર્ષણ નાગા સાધુઓનું હોય છે જેમને જોવા માટે આખી દુનિયામાંથી યાત્રીઓ કુંભ મેળામાં આવે છે. આ નાગા સાધુઓ માત્ર કુંભ મેળા દરમિયાન જ દેખાય છે. બાકીના સમયમાં તે ક્યાં જાય છે, શું કરે છે? કેવુ જીવન જીવે છે? જો તેમની પાસે દુનિયાના સંપર્કમાં રહેવાના કોઈ સાધનો નથી તો તેમને કુંભ વિષે કેવી રીતે ખબર પડે છે?   

નાગા સાધુઓને કેમ નથી લાગતી ઠંડી?

2/8
image

નાગા સાધુઓ વસ્ત્રનો ત્યાગ કરી નાંખે છે, તો પણ દરેક મોસમમાં કપડાં વગર રહે છે, ભલે પછી કડકડતી ઠંડી હોય કે ગરમી. માઈનસ ડિગ્રી તાપમાનમાં નાગા સાઘુઓ હિમાચલ પર રહે છે અને પોતાને જીવિત રાખે છે. તેના પાછળના અમુક રહસ્ય છે જે શું જાણો છો?

કપડા પહેરવાની મનાઈ

3/8
image

ભલે હિમાલયની કડકડતી ઠંડી હોય, નાગા સાધુને કપડા પહેરવાની મનાઈ છે. તે માત્ર પોતાના ગુપ્તાંગોને ઢાંકવા ભગવા કપડાનો ઉપયોગ કરી શકે છે. તે શરીર પર ભસ્મ ચોળે છે અને ફૂલની માળા, રૂદ્રાક્ષ પહેરે છે. તે શિવભક્ત હોવાથી શિવજીની જેમ ત્રિશુલ અને ખોપરી પણ ધારણ કરે છે. તેમના વાળ લાંબા હોય છે અને તે જટા વાળે છે. તે દિવસમાં માત્ર એક જ વાર જમી શકે છે. અને તેમને જમીન પર સૂવુ ફરજિયાત છે. એવુ મનાય છે કે ખૂબ પહોંચેલા નાગા સાધુઓને તો શરીરનું પોષણ કરવા અન્ન-પાણીની પણ જરૂર નથી પડતી.

4/8
image

નાગા સાધુઓ સાધના અને યોગ જાણે છે અને તેનો અભ્યાસ કરે છે, જે તેમના શરીરને ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડા રાખે છે, જેણે પ્રાણાયામ કહેવાય છે. પ્રાણાયામ તમારા શરીરને ગરમ રાખવા માટે પ્રભાવી છે. તેના સિવાય તે ભોજનમાં અમુક એવી ચીજો થાય છે જે તેમના શરીરને અંદરથી ખુબ ગરમ રાખે છે. તમે જોયું હશે કે તે પોતાના આખા શરીર પર ભસ્મ કે રાખ ઘસીને રાખે છે. આ ભસ્મ અને રાખ એક પ્રકારે તેમના માટે ઈન્સુલેટરનું કામ કરે છે, જે તેમણે મોસમ અનુસાર ઠંડું અને ગરમ રાખે છે. આ સિવાય ઘણા બધા દિવસની દિનચર્યા, તેનો અભ્યાસ, મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેવાની આદત અને માનસિકતા પણ તેમણે આ કડકડતી ઠંડીથી બચવામાં મદદ કરે છે.

ક્યાં રહે છે?

5/8
image

નાગા સાધુઓ સામાન્ય રીતે જંગલો, પર્વતો અને હિમાલયમાં રહે છે. તે એવી જગ્યા પસંદ કરે છે જ્યાં સામાન્ય લોકો ન આવતા હોય. અમુક જગ્યા તો ઘણી કષ્ટદાયક પણ હોય છે જેમ કે ત્યાં ઠંડી કે વરસાદ ઘણો વધારે પડતો હોય. સામાન્ય માણસો આવી જગ્યાએ પહોંચવાની હિંમત પણ નથી કરતા.તે રાત્રે લોકોની વસ્તી ઓછી હોય તેવા જ સમયે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. તેમની ટેલિપથી ગજબ હોય છે અને તે સુક્ષ્મ શરીરથી દુનિયાના કોઈપણ છોડે પહોંચી જાય છે. એવુ મનાય છે કે સમય અને અંતર તેમના કાબુમાં હોય છે. તે લાંબો સમય એક જગ્યાએ નથી ટકતા અને પગપાળા જ બધે જાય છે.

6/8
image

કડકડતી ઠંડીમાં સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ જાય છે. કાતિલ ઠંડીમાં જેટલા સ્વેટર પહેરો એટલા ઓછા પડે. આવામાં તમે ક્યારેય વિચાર્યુ છે કે, આવી હાડ થીજવતી ઠંડીમાં સાધુ સંતો કપડા વગર કેવી રીતે રહેતા હશે. નાગા સાધુઓ હંમેશા કપડા વગર નજર આવે છે. ભલે કોઈ પણ મોસમ હોય તેમના શરીર પર વસ્ત્રો નથી હોતા. તો કડાકાની ઠંડીમાં તેઓ કેવી રીતે જીવતા રહી શકે છે. 

7/8
image

નાગા સાધુ દરેક મોસમમાં કપડા વગર જ રહે છે. સવાલ એ છે કે, કાતિલ ઠંડીમાં નાગા સાધુઓ કેવી રીતે રહે છે. હકીકતમા આ પાછળ એક રહસ્ય છે. ઠંડીથી બચવા માટે નાગા સાધુ ત્રણ પ્રકારના યોગ કરે છે. તેઓ પોતાના વિચારો અને ખાણીપીણી પર સંયમ રાખે છે. તેઓ પોતાના શરીર પર ધૂણી અથવા ભસ્મ લપેટીને ફરે છે. તેમને ઠંડી ન લાગવી એ પણ એક અભ્યાસનો વિષય છે. નાગા સાધુ અભ્યાસથી પોતાના શરીરને ઠંડીની અનુકૂળ બનાવી છે. નાગા સાધુ બાહ્ય ચીજોને પણ આડંબર માને છે. આમ, તેઓ ઠંડીમાં પોતાના શરીરને સાચવે છે.

8/8
image

નાગાનો અર્થ 'નગ્ન' થાય છે. નાગા સાધુઓ જીવનભર નગ્ન રહે છે અને નગ્ન અવસ્થામાં જ જિંદગી વિતાવે છે. વાસ્તવમાં, નાગા સાધુ બનવાની પ્રક્રિયામાં લગભગ 12 વર્ષનો સમય લાગે છે, જેમાં 6 વર્ષ સુધી નાગા સંપ્રદાયમાં જોડાતી વખતે તેઓ લંગોટી પહેરે છે, પરંતુ જ્યારે કુંભ મેળામાં નાગા સાધુઓનું જૂથ એકઠું થાય છે, તો પછી તેઓ લંગોટને પણ ત્યાગી દે છે. નાગા સાધુઓને પહેલા બ્રહ્મચર્ય અને પછી મહાપુરુષની દીક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ આ યજ્ઞોપવીત કરવામાં આવે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના માટે પિંડ દાન આપે છે.