એક, બે કે પછી ત્રણ.... મહિલાઓ અને પુરૂષો માટે દારૂના કેટલા પેગ યોગ્ય? જાણો તમારા માટે શું છે લિમિટ

દારૂ આજકાલ પાર્ટીઓનો મહત્વનો ભાગ બની ગયો છે. લોકો તેનું ખૂબ સેવન કરે છે. પરંતુ જેમ ભોજન અને પાણી પીવાની એક લિમિટ હોય છે તેમ દારૂ પીવાની પણ એક લિમિટ છે, આવો તેના વિશે જાણીએ.
 

1/6
image

છેલ્લા કેટલાક વર્ષોથી દારૂનું ચલણ પાર્ટી કલ્ચરમાં ઝડપથી વધ્યું છે. પાર્ટીમાં જો તમે દારૂ નહીં પીવો તો તમને કૂલ સમજવામાં આવતા નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક હોય છે.

2/6
image

આજકાલ પાર્ટી હોય કે અન્ય કોઈ ફંક્શન દારૂનું ચલણ ઝડપતી વધી રહ્યું છે. લોકો ઓફિસના કામમાંથી સમય કાઢી મહિને કે કોઈ સ્પેશિયલ દિવસે પાર્ટી કરે છે, જેમાં ખૂબ દારૂ પીવામાં આવે છે. તેવામાં આપણા મનમાં સવાલ આવે છે કે એક વ્યક્તિએ એકવારમાં કેટલો દારૂ પીવો જોઈએ, કારણ કે એક પોઈન્ટ પર જઈને દારૂ સ્વાદની જગ્યાએ આપણા શરીર માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. 

3/6
image

દારૂની લિમિટની વાત કરવામાં આવે તો અલગ-અલગ દેશમાં અલગ-અલગ માપદંડ છે. જેમાં તમારૂ ધ્યાન રાખવાનું હોય છે કે તમે એકવારમાં કેટલો દારૂ પી શકો છો. જેમ કે અમેરિકામાં મહિલાઓ માટે વધુમાં વધુ એક ડ્રિંક એક દિવસમાં અને પુરૂષો માટે બે ડ્રિંક એક દિવસમાં સુરક્ષિત માનવામાં આવે છે. આ નિયમો અમેરિકાના અલગ-અલગ વિભાગોએ નક્કી કર્યાં છે.

4/6
image

જોકે, અભ્યાસો દર્શાવે છે કે ફક્ત 2 ટકા લોકો જ તેનું પાલન કરે છે અને આવા લોકો દારૂના ખૂબ વ્યસની નથી હોતા. અન્ય લોકો આ મર્યાદાથી વધુ પીવે છે; કેટલાક ખૂબ પીવે છે; અને કેટલાક એટલું બધું પીવે છે કે તેઓ દારૂના નશામાં ધૂત થઈ જાય છે અથવા તેઓ કોઈ શારીરિક કે માનસિક સમસ્યાનો અનુભવ ન કરે ત્યાં સુધી પીવે છે.

5/6
image

અહેવાલો અનુસાર, એક જ પ્રસંગે મહિલાઓ માટે ચાર કે તેથી વધુ પીણાં અને પુરુષો માટે પાંચ કે તેથી વધુ પીણાં પીવું એ વધુ પડતા દારૂ પીવાની શ્રેણીમાં આવે છે. આનો અર્થ એ થયો કે આટલો બધો દારૂ પીવો એ ખૂબ વધારે દારૂ પીવો છે.

6/6
image

દારૂ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. ભલે તમે થોડો પીવો કે વધુ. તે આપણા મગજ પર અસર કરે છે. તેનાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. પરંતુ તે માટે પણ અલગ-અલગ કારણ છે. જેમ કે તમે કેટલા મોટા છો, કેટલો દારૂ તમે પીવો છે અને કઈ ઉંમરે તમે દારૂ પીવાનું શરૂ કર્યું છે અને તમે પુરૂષ છો કે મહિલા.