ઘરનાં એક-એક ખુણામાંથી ભાગી જશે મચ્છર, બસ અપનાવો આ દેશી ઉપાય

Written ByDhaval Gokani
Published: Apr 22, 2025, 10:50 AM IST|Updated: Apr 22, 2025, 10:50 AM IST

ગરમીના દિવસોમાં મચ્છરોના આતંક ખૂબ વધી જાય છે. તેને ભગાડવા માટે તમે દેશી નુસ્ખા અપનાવી શકો છો. આવો જાણીએ મચ્છરોને ભગાડવા માટે શું કરવું જોઈએ?

1/8

ગરમી અને વરસાદની સીઝનમાં મચ્છરોની સમસ્યા વધી જાય છે. તે ન માત્ર પરેશાન કરે છે પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારી પણ ફેલાવે છે. પરંતુ મચ્છરોથી ડરવાની જરૂર નથી. તમે કેટલાક નુસ્ખા અપનાવી મચ્છરોને તમારા ઘરથી દૂર રાખી શકો છો.

 લેમનગ્રાસ ઓયલનો પ્રયોગ2/8

લેમનગ્રાસ ઓયલનો પ્રયોગ

આ તેલને ડિફ્યુઝર કે કોટન બોલ પર લગાવી રૂમમાં રાખો. આ તેલ મચ્છર ભગાડવાનું કામ કરે છે.  

 ફુદીનો અને તુલસીનો છોડ લગાવો3/8

ફુદીનો અને તુલસીનો છોડ લગાવો

તુલસી અને ફુદીનાની ગંધથી મચ્છરો ભાગે છે. આ છોડને કારણે હવા પણ શુદ્ધ બને છે.

 કુંડામાં પાણી ન જામવા દો4/8

કુંડામાં પાણી ન જામવા દો

મચ્છર સ્થિર પાણીમાં ઈંડા આપે છે. તેથી છોડના કુંટા, ટાંકી, કૂલર વગેરેની નિયમિત સફાઈ કરો. ઘરમાં કોઈ જગ્યાએ પાણી ન ભરાવા દો.

 કપૂર સળગાવો5/8

કપૂર સળગાવો

કપૂરથી મચ્છર ભગાડી શકાય છે. તે માટે એક કટોરીમાં કપૂર રાખો અને થોડા સમય માટે રૂમ બંધ કરી દો. આ મચ્છર ભગાડવા માટે અસરકારક ઉપાય છે.

 લીમડાનો ધૂમાડો કે તેલ6/8

લીમડાનો ધૂમાડો કે તેલ

લીમડાના પાનને સળગાવી ઘરમાં ધૂમાડો કરો. આ સિવાય લીમડાનું તેલ અને નાળિયેર તેલ મિક્સ કરી શરીર પર લગાવો, તે નેચરલ મોસ્કિટો રિપેલેન્ટ છે.  

 લસણનો સ્પ્રે7/8

લસણનો સ્પ્રે

થોડી લસણની કળીને પાણીમાં ઉકાળી લો. પછી આ પાણીનો સ્પ્રે કરો. મચ્છરોને તેની ગંધ પસંદ આવતી નથી. 

 ડિસ્ક્લેમર8/8

ડિસ્ક્લેમર

સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.