Rain Insects: લાઈટ ચાલુ કરશો તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુ

Get Rid Of Rain Insects: વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી પણ રાહત મળે છે. પરંતુ વરસાદી વાતાવરણ કેટલાક ન ગમતા મહેમાનને પણ સાથે લાવે છે. વરસાદ થયા પછી રાતના સમયે પાંખવાળી જીવાત ઉડે છે. આ જીવાત ઘરમાં લાઈટની આસપાસ એકઠી થવા લાગે છે. આ જીવાત ઘર ગંદુ કરે છે અને તેના કરડવાનું પણ જોખમ હોય છે. આ જીવાતથી મુક્તિ મેળવવાનો ઈલાજ આજે તમને જણાવીએ.
 

ઘર સ્વચ્છ રાખો

1/6
image

વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ વાતાવરણ જીવાતને અનુકૂળ હોય છે. તેથી વરસાદ પછી ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં કચરો એકઠો ન કરો અને બાથરુમ તેમજ વોશ એરિયા કોરા રહે તે વાતનું ધ્યાન રાખો.  

લીમડા અને તુલસીનું તેલ

2/6
image

લીમડો અને તુલસીથી આ જીવાત દુર રહે છે. બંને પાનમાં કીટનાશક ગુણ હોય છે. લીમડાના પાનનું અથવા તુલસીના પાનનું પાણી અથવા તેલ જો તમે લાઈટની આસપાસ લગાડી દેશો તો ત્યાં જીવાત નહીં આવે.

સેન્ટેડ કેન્ડલ

3/6
image

લેવેન્ડરની સુગંધવાળી મીણબત્તી પણ જીવજંતુઓને દુર રાખવામાં મદદ કરી શકે છે. સાંજના સમયે આ કેન્ડલ તમે ઘરની અલગ અલગ જગ્યાએ રાખી શકો છો. તેની સુગંધથી જીવાત દુર ભાગશે.  

બોરિક પાવડર

4/6
image

બોરિક પાવડર પણ અસરદાર કીટનાશક છે. વરસાદ પછી ઘરમાં ઘુસતી જીવાતને દુર કરવામાં આ પાવડર મદદ કરી શકે છે. બારી, દરવાજાની તીરાડોમાં આ પાવડર છાંટી દેવો. બોરિક પાવડર છાંટી દેવાથી પાંખવાળી જીવાત સહિત વંદા, ગરોળી, કાનખજૂરા જેવા જીવજંતુઓથી મુક્તિ મળી જશે.  

બારી દરવાજામાં નેટ

5/6
image

વરસાદી વાતાવરણમાં જીવજંતુઓ ઘરમાં ન ઘુસે તે માટે બારી અને દરવાજામાં નેટ પણ લગાડી શકાય છે. તેનાથી તમે બારી ખુલ્લી પણ રાખી શકશો અને જીવાત ઘરમાં નહીં આવે. 

6/6
image