સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છો? શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, દૂર થશે શનિદોષ, ધનના ઢગલા થશે
શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાનું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ શનિવારના દિવસે શનિદેવની પૂજા પૂરા ભાવ સાથે કરે છે તેને તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. શાસ્ત્રોમાં શનિવારને લઈને અનેક નિયમો અને ઉપાય જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. જાણો શનિવારના ઉપાયો વિશે.
શ્વાનની સેવા
કર્મફળ દાતા શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે દર શનિવારે કાળા કૂતરાની સેવા કરવી જોઈએ. આ માટે શનિવારે કૂતરાને રોટલી ખવડાવો.
દાન કરો
દાન કરવું એ પણ પુણ્યનું કામ ગણાય છે. જો તમે શનિવારે અસહાય અને ગરીબ લોકોને ભોજન, કપડાં વગેરેનું દાન કરશો તો તેનાથી શનિદેવ ખુશ થઈને તમારા અને તમારા પરિવાર પર કૃપા જાળવી રાખશે.
પીપળાના ઝાડની પૂજા
શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાનું મહત્વ છે. વ્રત કરવાની સાથે સાથે તમારે પીપળાના ઝાડની પણ પૂજા કરવી જોઈએ. શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને સાંજે પીપળાના ઝાડ નીચે જળ ચડાવીને સરસવના તેલનો દીપક પ્રગટાવવામાં આવે તો તેનાથી શનિદેવની કૃપા થાય છે.
કાગડાને રોટલી ખવડાવો
શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે કાગડાને રોટલી ખવડાવવી જોઈએ. આમ કરવાથી તમને મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી સમાધાનનો રસ્તો નીકળે છે.
કુંડળીમાં શનિ
શનિવારે ऊं शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરો. આ જાપ કરવાથી કુંડળીમાં શનિદોષ સમાપ્ત થાય છે.
સ્વાસ્થ્ય માટે શનિમંત્ર
સ્વાસ્થ્ય માટે શનિમંત્રનો જાપ કરવો જોઈએ.
ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिहा। कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।। शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्। दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।
આ વિધિથી કરો પૂજા
શનિવારે સવારે સ્નાન કર્યા બાદ પૂજા માટે કુશના આસન પર બેસો. શનિદેવની મૂર્તિને સ્થાપિત કરો અને તેના પર વાદળી ફૂલ ચઢાવો. રુદ્રાક્ષની માળા લો અને શનિદેવના કોઈ પણ એક મંત્રની ઓછામાં ઓછી પાંચ માળાનો જાપ કરો.
પ્રેમ લગ્ન અને નોકરીમાં ઉન્નતિ માટે
જો તમે પ્રેમ લગ્ન કરવા માંગતા હોવ તો તેના માટે તમારે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પછી શનિદેવને તમારી મનોકામના જણાવવી જોઈએ. નોકરીમાં પ્રગતિ માટે શનિવારના દિવસે કાળા કોલસાને જળમાં પધરાવો. આમ કરવાથી આવકમાં વધારો થશે. શનિદેવ પાસે સુખ શાંતિ મેળવવા માટે દર શનિવારે શનિદેવના મંત્રોનો જાપ કરીને યોગ્ય વિધિ વિધાનથી પૂજા કરો.
Trending Photos