Ghee: ઘરે શુદ્ધ ઘી બનાવવાની આ છે રીત, માખણ અને ઘી બજારમાંથી ખરીદવું નહીં પડે

How to Make Ghee at Home: માર્કેટમાંથી મોંઘામાં મોંઘુ ઘી ખરીદો તો પણ તે શુદ્ધ છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે. ખાવાપીવાની વસ્તુઓમાં થતી ભેળસેળથી ઘીની શુદ્ધતાને લઈને પણ મનમાં શંકા રહે છે.ઘીનો ઉપયોગ રોજની રસોઈથી લઈને ઔષધી તરીકે પણ કરવામાં આવે છે તેથી તે શુદ્ધ હોય તે જરૂરી છે. 
 

દૂધની મલાઈમાંથી ઘી

1/6
image

ઘરમાં વપરાશ માટે જો તમારે બજારમાંથી ઘી ખરીદવું ન હોય તો દૂધની મલાઈમાંથી તમે ઘરે ઘી બનાવી શકો છો. દૂધની મલાઈમાંથી સફેદ માખણ પણ બને છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે મલાઈમાંથી માખણ અને માખણમાંથી શુદ્ધ અને સુગંધી ઘી બનાવી શકાય. 

ફુલ ફેટ દૂધ

2/6
image

ઘરે જ ઘી અને માખણ બનાવવું હોય તો ગાય અથવા ભેંસનું ફુલ ફેટ દૂધ લેવાનું શરૂ કરો. દૂધ ગરમ કરો પછી તેના પર જે મલાઈ જામે તેને એક સપ્તાહ સુધી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરતા જવું. રોજની મલાઈ ડબ્બામાં ભરીને ડબ્બાને ફ્રીજમાં જ રાખવો.   

સાત દિવસની મલાઈ

3/6
image

છ કે સાત દિવસની મલાઈ એકઠી થાય પછી ડબ્બાને ફ્રીજની બહાર કાઢી તેમાં એક કે બે ચમચી દહીં અથવા તો છાશ મેળવણ માટે ઉમેરી દેવી. દહીં ઉમેર્યા પછી મલાઈને ત્રણથી ચાર કલાક ઢાંકીને રૂમ ટેમ્પરેચરમાં જ રાખો.   

માખણ અલગ કરી લો

4/6
image

ત્યાર પછી મલાઈમાં ઠંડુ પાણી ઉમેરો અને વલોણાની મદદથી અથવા તો બ્લેન્ડરની મદદથી મલાઈને સારી રીતે બ્લેન્ડ કરો. પાંચ મિનિટમાં જ તમે જોશો કે મલાઈમાંથી સફેદ માખણ છૂટું પડવા લાગ્યું છે. ચમચાની મદદથી બધું જ માખણ અલગ કરી લો અને માખણને બે પાણીથી બરાબર સાફ કરો.

15 મિનિટમાં ઘી બની જાય

5/6
image

એક જાડા તળિયાના વાસણમાં માખણ લેવું અને તેને ધીમા તાપે ગરમ કરવું. માખણને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. 15 થી 20 મિનિટમાં જ માખણમાંથી બધી ગંદકી નીકળી જશે અને ઘી બની જશે. ઘી બની જાય પછી તેને ગાળી અને એર ટાઈટ બરણીમાં સ્ટોર કરી લો  

6/6
image