Yearly Horoscope: તુલા,વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સંવત 2082, વાંચો તમારૂ રાશિફળ


Yearly Horoscope: વિક્રમ સંવત 2081 પૂર્ણ થવાનું છે અને નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 શરૂ થવાનું છે. ગુજરાતમાં 22 ઓક્ટોબર 2025ના દિવસથી વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ જશે. નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય, બુધ અને મંગળ તુલા રાશિમાં રહેશે. ગુરૂ કર્ક રાશિમાં અને શુક્ર કન્યા રાશિમાં રહેશે. નવા વર્ષની શરૂઆતમાં શનિ દેવ મીન રાશિમાં વક્રી રહેશે. વિક્રમ સંવત 2082 સૂર્યનું વર્ષ રહેવાનું છે. નવું વર્ષ વિક્રમ સંવત કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. ત્યારે જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ દારૂવાલા પાસેથી આવનારૂ વર્ષ તુલા,વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવું રહેશે...
 

તુલા (ર, ત)

1/6
image

આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. નોકરી કરતા લોકો સારા  પ્રમોશનની અપેક્ષા રાખી શકે છે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સમય વિશેષ સારો રહેશે. તમારા પરિવાર અને સંબંધીઓ . સાથેના સંબંધો સુધરશે. આ વર્ષ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.  

વૃશ્ચિક (ન, ય)

2/6
image

પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઇ શકે છે. પારિવારિક જીવનમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. મહેનતના આધારે તમારી  કારકિર્દીમાં સફળ થઈ શકો છો. કોઈ શુભ પ્રસંગ આવવાથી પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે પહેલાં કરતાં વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને મિશ્ર પરિણામો જોવા મળશે.  

ધન (ભ, ધ, ફ, ઢ)

3/6
image

આ વર્ષ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારે વધુ પડતું વિચારવાનું બંધ કરીને કામ પર ધ્યાન કેન્દ્રિતકરવું પડશે. પારિવારિક જીવન માટે  આ વર્ષ ખૂબ અનુકૂળ રહેશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહીંતરકોઈ મહત્વપૂર્ણ કામ બગડી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે.

મકર (ખ, જ)

4/6
image

આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષ સામાન્ય કરતાં વધુ સારું રહેવાની શક્યતા છે. બુદ્ધિ અને વિવેકથી તમે ઈચ્છિત સફળતા મેળવી શકો છો. ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. આયાત-નિકાસના ધંધામાં પણ નફાનો યોગ છે. સ્વાસ્થ્ય સારું અને સ્થિર રહેશે અને  તમારા વિચારો સકારાત્મક રહેશે

કુંભ (ગ, સ, શ, ષ)

5/6
image

નાણાકીય બાબતોમાં લાભદાયક સ્થિતિ જોવા મળશે. કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. તમે બુદ્ધિ અને હોશિયારીથી  વિરોધીઓને પરાજિત કરી શકશો. શેરબજારમાં રોકાણ કરવું  તમારા માટે ફાયદાકારક રહેશે. આવકના સ્ત્રોત વધશે અને તમને પૈતૃક સંપત્તિ પણ મળશે. તમારી લવ લાઈફ સારી રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે  

મીન (દ, ચ, થ, ઝ)

6/6
image

કારકિર્દીની દ્રષ્ટિએ તમે સુખદ પરિણામો જોવા મળશે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક મળશે. તમે કોઈ નવું કામ અથવા વ્યવસાય શરૂ કરી શકો છો. કામના વિસ્તરણથી તમને વધુ નફો થવાની સંભાવના છે. આ વર્ષે તમારા પરિવારના સભ્યો વચ્ચે એકતા જોવા મળશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે.