મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સંવત 2082, જાણો તમારૂ રાશિફળ
Yearly Horoscope: વિક્રમ સંવત 2081 પૂર્ણ થવાનું છે અને નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 શરૂ થવાનું છે. ગુજરાતમાં 22 ઓક્ટોબર 2025ના દિવસથી વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ જશે. નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય, બુધ અને મંગળ તુલા રાશિમાં રહેશે. ગુરૂ કર્ક રાશિમાં અને શુક્ર કન્યા રાશિમાં રહેશે. નવા વર્ષની શરૂઆતમાં શનિ દેવ મીન રાશિમાં વક્રી રહેશે. વિક્રમ સંવત 2082 સૂર્યનું વર્ષ રહેવાનું છે. નવું વર્ષ વિક્રમ સંવત કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. ત્યારે જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ દારૂવાલા પાસેથી આવનારૂ વર્ષ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે...
મેષ (અ, લ, ઈ)

આ વર્ષે કારકિર્દી, નાણાં અને શિક્ષણમાં સારાં પરિણામ મળશે. પારિવારિક જીવન માટે આ વર્ષ અનુકૂળ છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સારી તકો મળશે. મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરીને પોતાના શિક્ષકોનું દિલ જીતવામાં સફળ થશે. પરિવાર અને જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થઇ શકે છે.
વૃષભ (બ, વ, ઉ)

આ વર્ષ નાણાકીય બાબતોમાં ઘણા ફેરફારો લાવવાનું છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. માનસિક તણાવથી રાહત મળશે. કોઈ નવા કામમાં રોકાણ કરવું હોય તો સમજદારીપૂર્વક કરો. શિક્ષણના ક્ષેત્રમાં પણ આગળ વધવાની નવી તક મળશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જળવાઈ રહેશે. તમારા માતાપિતા અને ગુરુની સેવા અને આદર કરો.
મિથુન (ક, છ, ઘ)

કાર્યસ્થળમાં સારું પ્રદર્શન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. કોઈપણ નવું રોકાણ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરના વડીલોનો સહયોગ મળશે. કામ પર વધુ ધ્યાન આપશો અને વધુ સારું પ્રદર્શન કરી શકશો. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
કર્ક (ડ, હ)

આ વર્ષમાં વેપાર અને કારકિર્દી સારી રહેવાની સંભાવના છે. તમે જે ક્ષેત્રમાં પ્રયત્ન કરશો તેમાં તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિ સુધારો થશે પરંતુ સમજદારીપૂર્વક રોકાણ કરો. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો પ્લાન બનાવી શકો છો. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી તમને ફાયદો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિત રીતે યોગ કરતા રહો.
સિંહ (મ, ટ)

વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે. નાણાકીય બાબતોમાં કેટલાક સારા ફેરફારો જોવા મળશે. વ્યાપારમાં ભાગ્ય તમારો સાથ આપશે અને આર્થિક લાભની તકો રહેશે. પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. તમારું વ્યક્તિત્વ આકર્ષણ રહેશે.લોકો તમારાથી પ્રભાવિત થશે. ઘરમાં કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે જે તમને ખુશ રાખશે.
કન્યા (પ, ઠ, ણ)

તમારી મહેનત ફળ આપશે અને તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકશો. ધંધા અને કાર્યક્ષેત્રમાં અચાનક પૈસા મળવાના સંકેત છે. વેપારીઓએ આ સમયે મોટા રોકાણથી બચવું જોઈએ. આવનારું વર્ષ કરિયરની દ્રષ્ટિએ ઘણું સારું રહેવાનું છે. શેર માર્કેટમાં રોકાણ ફાયદાકારક રહેશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું ચોક્કસ પૂરું થશે.
Trending Photos




