કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, હજુ આ જિલ્લાઓમાં છે ખતરો

Rain Alert: ગુજરાતમાં ભર ઉનાળે આવેલા વરસાદથી લોકો પરેશાન છે. રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ હજુ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી

1/7
image

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ચાર દિવસમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે. સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદની સંભાવના છે.

2/7
image

હવામાન વિભાગે કહ્યું કે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 52થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી

3/7
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, આગામી ચાર દિવસ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 52-60 kmph ની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. 

હજી પણ ગુજરાત માટે આગાહી

4/7
image

હજી પણ ગુજરાત માટે આગાહી  હજુ ગુજરાતમાં 2 દિવસ માવઠાની હવામાનની આગાહી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રીય થતાં વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. અન્ય જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે.   

9 મેએ આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના

5/7
image

10 મેએ આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના

6/7
image

11 મેએ આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના

7/7
image