ગુજરાત સહિત આ રાજ્યમાં કડકા ભડાકા સાથે વરસાદની આગાહી, ભાવનગરમાં થઈ જોરદાર એન્ટ્રી
Weather Update: 10 એપ્રિલની સાંજથી દિલ્હી અને યુપી સહિત ઘણા વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. વરસાદ બાદ લોકોને કાળઝાળ ગરમીમાંથી ઘણી રાહત મળી છે. બે-ત્રણ દિવસ સુધી હવામાનની સ્થિતિ યથાવત રહેશે. તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળશે.
ગુજરાત-દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોના હવામાનમાં પલટો આવવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાવાઝોડું આવ્યું અને વરસાદ પડ્યો, જેના કારણે ગરમીમાંથી રાહત મળી રહી છે. આજે બપોર બાદ ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. ભાવનગરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ભારે વરસાદના કારણે ભાવનગરના રોડ-રસ્તાઓ પાણી-પાણી થયા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે મોટા અપડેટ જાહેર કર્યા છે, જે મુજબ અમુક જગ્યાએ વરસાદ, અમુક જગ્યાએ તોફાન અને અમુક જગ્યાએ હીટ વેવ રહેશે.
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં મોટો પલ્ટો આવશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં આજથી પલ્ટો આવશે. કચ્છ, બનાસકાંઠાના ભાગો, રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે. ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમીના કારણે સ્થિતિ ખરાબ હતી. ઘણી જગ્યાએ પારો 40ને પાર કરી ગયો હતો. પરંતુ 10 એપ્રિલની સાંજથી દિલ્હી અને યુપી સહિત ઘણા વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 13 એપ્રિલ સુધીમાં દિલ્હીમાં ગરમીથી રાહત મળવાની આશા છે. આ સાથે યુપી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી આકરી ગરમીથી રાહત મળશે.
IMD અનુસાર 11 એપ્રિલે દિલ્હીમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની ધારણા છે. 12 એપ્રિલે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને તે 37 ડિગ્રી સુધી રહી શકે છે. લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવના છે. બન્ને દિવસે વરસાદ અને વાવાઝોડાની અપેક્ષા છે. 13 એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે. આ દિવસે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 થી 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે. એટલે કે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીના લોકોને ગરમી અને હીટવેવથી થોડી રાહત મળશે.
ઉત્તરપ્રદેશમાં કેવી રહેશે હવામાનની સ્થિતિ
ઉત્તરપ્રદેશની વાત કરીએ તો 11 એપ્રિલે રાજ્યમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પૂર્વી ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન પશ્ચિમ યુપીમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક અને પૂર્વ યુપીમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. યુપીના ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં 5 થી 8 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
આ સ્થળોએ પણ વરસાદની સંભાવના
દિલ્હી-યુપી સિવાય બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 12 એપ્રિલ સુધી રહેશે. આ કારણે વાવાઝોડા અને હળવા વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં તાપમાનમાં ઘટાડો થશે અને ગરમી અને હીટ વેવમાંથી થોડી રાહત મળશે. જો કે, 14 એપ્રિલથી હવામાન ફરી બદલાશે અને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફરી ગરમ પવનો ફૂંકાઈ શકે છે.
Trending Photos