હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદની છે આગાહી
Gujarat Rain Alert : રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી ભરાયાં પાણી. સમગ્ર રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી... હજુ પણ 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
હજુ પણ 2 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી
આજે અને કાલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ. બુધવારે ગુજરાતના 5 જિલ્લામાં વરસ્યો વરસાદ. વલસાડ, બોટાદ અને દાહોદમાં પડ્યો વરસાદ. અરવલ્લી અને બનાસકાંઠામાં પણ પડ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી
આજે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર પૂર્વીય ગુજરાત માટે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ફરીવાર રાજ્યવાસીઓને આગ ઓકતી ગરમી સહન કરવી પડશે. આજથી રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારમાં 2-4 ડિગ્રી તાપમાન વધશે. આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અપર સર્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે.
શક્તિ વાવાઝોડાની આગાહી
IMD ના નિવેદન મુજબ, આજે એટલે કે 14 મે 2025 ના રોજ 03:00 UTC વાગ્યે, તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર એક ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ રચાય છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ૧૬ અને ૧૭ મેના રોજ દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોંકણ વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જો આ ચક્રવાત આવે છે, તો તેની અસર ઓડિશાથી બંગાળ સુધી જોવા મળી શકે છે.
Trending Photos