Cyclone Shakti Alert : અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા પડશે ધોધમાર વરસાદ.. હવામાન ખાતાની આગાહીથી સરકાર એલર્ટ... દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના જિલ્લા વહીવટી તંત્રને 24 કલાક એલર્ટ રહેવા સૂચના...
1/4દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, માછીમારોને કાલ સાંજ સુધી પાછા ફરવા સૂચના અપાઈ છે. કોંકણમાં સમુદ્રમાં લૉ પ્રેશર બન્યું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આંધી અને ભારે પવન ફૂંકાશે.
2/4હવામાન વિભાગે કહ્યું કે, આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ તો ક્યાંક યેલો અલર્ટ છે. આજે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ છે.
3/4વિભાગે કહ્યું કે, માછીમારોન આવતીકાલ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના આપી દેવાઈ છે. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે. આવતી કાલ સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
4/4અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી.