Ambalal Ni Agahi : હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજી વધશે. માવઠું આવશે તો ગુજરાતમાં તેની અસર જોવા મળશે કે નહિ તે જોઈ લઈએ.
1/5
2/5ગુજરાતમાં ઠંડકનો મારો યથાવત છે. આગામી દિવસોમાં તાપમાન વધુ નીચું જશે.
3/5અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ૨૩ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે. જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં જઈ શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ઠંડી પડશે. વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે.
4/5તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. જોકે, ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે નહિ. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે.
5/5ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે. 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે.