PHOTOS: ટોક્યોમાં મહિલાઓ ચલાવે છે પેડલ રિક્ષા, 3 મહિનાની ટ્રેનિંગ અને મહિને 5.5 લાખની કમાણી

Sat, 07 Oct 2023-7:15 pm,

જાપાનમાં હાથથી ખેંચાતી રિક્ષાનું ચલણ થોડા વર્ષોમાં વધી ગયું છે. ખાસ કરીને રાજધાની ટોક્યોમાં મહેનતી અને સુંદર મહિલાઓ રિક્ષા ખેંચીને દર મહિને આશરે 5-6 લાખની કમાણી કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કરોડો લોકોનું મહિનાનું પેકેજ પણ આટલું હોતું નથી. પરંતુ એક જમાનામાં 1950ના દાયકામાં ભારતમાં પણ આવી રિક્ષા ચાલતી હતી. કોલકત્તામાં આવી રાઇડ ખુબ જાણીતી હતી.

All Photos : (Reuters)

જાપાનની રાજધાની ટોક્યોમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે હાથથી ખેંચાતી રિક્ષા ચાલે છે. તેને પણ મહિલાઓ ચલાવે છે. આ માટે મહિલાઓએ ત્રણ મહિનાની ટ્રેનિંગ પણ લેવાની હોય છે. 

 

ટોક્યોમાં મહિલાઓ સોશિયલ મીડિયા દ્વારા આ પુરૂષ પ્રધાન કામ તરફ આકર્ષિત થઈ. તેની તસવીરો દુનિયામાં વાયરલ થઈ રહી છે. આ મહિલાઓનું કહેવું છે કે તેને પોતાની નોકરી સાથે પ્રેમ છે અને જ્યાં સુધી તે શારીરિક રૂપે ક્ષસમ છે ત્યાં સુધી આ કામ કરશે. 

રિક્ષા પુલિંગનો કોર્ષ કરનારી આ મહિલાઓ પાસે ખુબ જ્ઞાન હોય છે. પર્ટયકોને જણાવવા માટે તેણે પોતાના દેશ અને શહેરની જાણકારી રાખવાની હોય છે. તે માટે મહિને 5થી 6 લાખ રૂપિયાની કમાણી થાય છે.

તેની રિક્ષામાં એક ટેગ પર લખ્યું છે, હું હાર માનવા ઈચ્છતી નથી. 

યુવા અકીમોટો, ભર તડકામાં ટોક્યોની રસ્તા પર દોડે છે, તે થાકી જાય છે. તેની આ તસવીર ત્યારની છે, જ્યારે બે ફ્રાન્સના પર્યટક તેની ગાડી પર બેઠી ટોક્યોમાં ફરવાનો આનંદ લઈ રહ્યાં છે. આ રાઇડ 45 મિનિટની હોય છે. જ્યારે તેની ટ્રિપ પૂરી થાય છે તો 21 વર્ષની યુકા પોતાના ગ્રાહકો એટલે કે કપલને ઉતરવામાં મદદ કરવા માટે એક કપડાથી ઢાંકેલી હથેળી આપે છે. તમે જોઈ શકો છો કે તેના ચહેરા પર પરસેવો વહી રહ્યો છે. આ તસવીર 22 ઓગસ્ટ 2023ના લેવામાં આવી હતી. 

પરંપરાગર ટેલી સ્પિલટ-ટો મોજા પહેરી, એકીમોટો અને તેની સાથી રિક્ષા ચાલક દિવસમાં એવરેજ 20 કિમી ચાલે છે કે દેડો છે, પછી સીઝન ગમે તે હોય. હવે આ બધી મહેનતી મહિલાઓના જુસ્સાને દુનિયા સલામ કરી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link