Coconut Water: આ 4 બીમારી હોય તેમણે રોજ પીવું 1 ગ્લાસ નાળિયેર પાણી, તબિયત ઝડપથી સુધરશે
Coconut Water Benefits: નાળિયેર પાણી શક્તિવર્ધક છે. તેનું પાચન ઝડપથી થાય છે. નાળિયેર પાણી પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સી હોય છે. નાળિયેર પાણી 4 બીમારીમાં પીવાથી દવા જેવી અસર કરે છે.
હાઈ બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે નાળિયેર પાણી લાભકારી છે. નાળિયેર પાણી પીવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે. તેનાથી હૃદયના ધબકારા નોર્મલ થાય છે. રોજ નાળિયેર પાણી પીવાથી નેચરલી બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરી શકાય છે.
ડિહાઈડ્રેશન અને ડાયરિયા
ગરમીમાં નાળિયેર પાણી રોજ પીવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ મળે છે. ઉનાળામાં ડિહાઈડ્રેશન અને ગરમીના કારણે ડાયરિયા થાય ત્યારે પણ નાળિયેર પાણી દવાની જેમ અસર કરે છે.
યુટીઆઈ
નાળિયેર પાણીમાં ડાઈયૂરેટિક પ્રોપર્ટીઝ હોય છે જે શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી યુટીઆઈની સમસ્યામાં નાળિયેર પાણી પીવું ફાયદાકારક રહે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દી માટે પણ નાળિયેર પાણી લાભકારી છે. તેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે તેથી તે ધીરેધીરે સુગર રિલીઝ કરે છે. તેનાથી બ્લડ શુગર સ્પાઈલ કંટ્રોલ થઈ શકે છે.
Trending Photos