IND vs ENG: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, જુઓ Photos

ભારત અને ઈંગ્લેન્ડની ટીમે મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સાથે-સાથે બન્ને ટીમને નવુ સ્ટેડિયમ ખુબ પસંદ આવી રહ્યું છે. ખેલાડીઓ આ સ્ટેડિયમની પ્રશંસા કરી રહ્યાં છે. 
 

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને ચોથી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (Motera) માં રમાવાની છે. આ સાથે આખરે છ વર્ષ બાદ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થવાની છે. 24 ફેબ્રુઆરીથી અહીં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાવાની છે.
 

1/6
image

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થશે. ભારતીય ટીમે આજે નવા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. ટીમે કેચિંગ અને ફીલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી. 

2/6
image

ભારતીય ટીમના ખેલાડીઓ આજે નવા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિષભ પંત, સહિતના ખેલાડીઓએ અહીં પ્રેક્ટિસ કરી હતી.   

3/6
image

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ રમાશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી રમાશે. ત્યારબાદ 4થી 8 માર્ચ વચ્ચે ચોથી ટેસ્ટ રમાવાની છે.   

4/6
image

ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે એક જીત દૂર છે. ત્યારે ઈંગ્લેન્ડ સામે આગામી બન્ને ટેસ્ટ મેચ ખુબ મહત્વપૂર્ણ બની રહેશે. 

5/6
image

ભારતીય ટીમ આગામી બન્ને ટેસ્ટ માટે તૈયાર છે. ચેન્નઈમાં બીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ આસમાને છે. હવે વિરાટ સેના ઈંગ્લેન્ડને માત આપવા માટે તૈયાર છે. 

6/6
image

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે મોટેરામાં બેટિંગ પ્રેક્ટિસ પણ કરી હતી.